
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લાના હનવતચોંડ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામા આવાસ મળતા પરિવાર ખુશખુશાલ ;
મારી નબળી પરિસ્થિતિ હતી, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના મળતા મારો પરિવાર હવે પાકા મકાનમા રહે છે:– મંગીબેન પવાર
આહવા: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના હનવતચોંડ ગામના લાભાર્થી મંગીબેન રાજેશભાઇ પવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામા આવાસ મળતા પરિવારમા ખુશહાલી છવાઇ છે. તેમને PMઆવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રૂ.1.20 લાખની સહાય મળી છે. પહેલા કાચા મકાનમા નિવાસ કરતા મંગીબેન હવે પાકા મકાનમા પરિવાર સાથે નિવાસ કરી રહ્યા છે.
મંગીબેન પવાર જણાવે છે કે, તેઓની નબળી પરિસ્થિતિ હતી, તેઓ પાકુ મકાન બાંઘી શકવાની હાલતમા હતા નહી, પરંતુ સરકારની સહાય મળતા તેઓ પાકુ મકાન બાંઘી શક્યા છે. હવે પરિવાર સાથે તેઓ પાકા મકાનમા નિવાસ કરે છે.
કાચા મકાનમા પહેલા સતત ભેજવાળા નિવાસમા બીમારીઓનો ભોગ બનવુ પડતુ હતુ. પરંતુ હવે પાકા મકાનમા ચોમાસાના વરસાદ અને ભેજવાળા નિવાસથી રાહત થઇ છે. અન્ય એક આ ગામના જ લાભાર્થી સુનિલભાઇ કરસનભાઇ દળવી જણાવે છે કે, તેઓનુ પહેલા કાચુ મકાન હતુ પરંતુ, પ્રધાનમંત્રી આવાસ યોજનામા આવાસ મળતા તેઓ પાકુ મકાન બનાવી શક્યા છે. તેઓ પણ હવે પરિવાર સહિત ખુશ છે.
2020-21 વર્ષમા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી મંજૂર થતા પાકુ આવાસ બનાવવા માટે તેઓને રૂ.1.20 લાખની સહાય મળી હતી. સરકાર દ્વારા મળેલી મકાન સહાય બદલે તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે. આજે તેઓ પરિવાર સાથે સુરક્ષિત અને સલામતીભર્યા આવાસમા નિવાસ કરે છે.