શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પ્રદીપ ગાંગુર્ડે
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાપુતારામાં સ્વચ્છતા અભિયાન:
સાપુતારા: રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે, તા.૧૫ ઓક્ટોબરથી તા.૧૬મી ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે રાજ્યભરના શહેર અને ગ્રામ્યવિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરાતત્ત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઈ વિશેષ ‘સફાઈ અભિયાન’ અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે સ્થાનિક રહીશો દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ગ્રામજનો, સખી મંડળની બહેનો સાથે મળીને રોજબરોજ સ્વચ્છતામાં લોકોની ભાગીદારી જોવા મળી રહી છે.