શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સેલંબા ખાતેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડતી SOG નર્મદા:
પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા નાર્કોટીક્સનાં કેસો શોધી કાઢવા ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ છે જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નર્મદાની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. કે.ડી જાટ તથા એસ.ઓ.જી. સ્ટાફનાં માણસોએ બાતમી આધારે શમીમભાઇ ઈસાજીભાઇ ખાટકી રહે. સેલંબા, કુઈદા જમાદાર ફળીયું, તા.સાગબારા જી. નર્મદાને પોતાના કબજા ભોગવટા રેહણાંક ઘર માંથી વેચાણ માટે રાખેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૭૨૧ ગ્રામ કી. રૂ. ૭૨૧૦/- તથા અંગ ઝડતી માંથી રોકડા રૂ.૬૧૦/- મળી કુલ કિ.રૂ. ૭,૮૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તથા ગાંજો આપનાર યોગેશ મહારાજ ઉર્ફે યોગેશ ભૈયા રહે, ભુતનાથ મંદિર અક્કલકુવા, તા.અક્લકુવા, જી, નંદુરબાર (મહારાષ્ટ્ર) નાને વોન્ટેડ જાહેર કરી સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.