શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે આજે બીજા દિવશે બેસણા ગામ ખાતે ” સંવેદના દિવસે” સેવાસેતૂ કાર્યક્રમ યોજાયો;
પ્રજાજનોએ સ્થળ ઉપર જ મેળવેલા વિવિધ સરકારી યોજનાકીય લાભો :
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ થીમ આધારિત યોજાઈ રહેલાં રાજ્યવ્યાપી કાર્યક્રમોની શૃંખલાના બીજા ચરણમાં આજે પૂર્વ વન મંત્રીશ્રી મોતીભાઈ વસાવા, પ્રાંત અધિકારી શ્રી.દિપક બારીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતી શાંતાબેન, સિંચાઇ સમિતિ ચેરમેન શ્રી સોમાભાઈ , તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન વસાવા સહિત દેડીયાપાડા તાલુકાના આગેવાનો અને લાભાર્થી પરિવારોની ઉપસ્થિતિમાં બેસણા ગામની પ્રાથમિક શાળા ખાતે “સેવાસેતૂ કાર્યક્રમ” ખુલ્લો મૂકાયો હતો.
સરકારશ્રીની વિવિધ ૫૭ જેટલી લોકોપયોગી સેવાઓ છેક છેવાડાના વિસ્તાર અને છેવાડાના લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે અરજદારોને રેશન કાર્ડ, આવકનો દાખલો, જન્મ-મરણ દાખલો, ૭-૧૨ અને ૮(અ) ની નકલો વગેરે જેવી શહેરી-ગ્રામ વિસ્તારની વિવિધ ૫૭ જેટલી સેવાઓ એક જ દિવસમાં સ્થળ ઉપર મળી રહે તેવા “સેવાસેતૂ” ના કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં ૧.૭૦ કરોડથી પણ વધુ લોકોએ તેમના પ્રશ્નોનો ઉકેલ મેળવ્યો છે. છેલ્લા ૪ વર્ષમાં રાજ્યમાં ૪.૫૦ લાખ જેટલા કૃષિ વિજ જોડાણ સાથે આજ દિન સુધી ૧૬ લાખ જેટલા વિજ જોડાણની સુવિધા અપાઈ છે. સેવાસેતૂ કાર્યક્રમના માધ્યમથી સ્થળ પર જ અરજીઓના નિકાલ સાથે અપાતાં લાભોને લીધે વચેટીયાઓની કડી હવે નાબૂદ થઇ છે.
આ પ્રસંગે પૂર્વ વનમંત્રીશ્રી મોતીભાઈ વસાવા, દેડીયાપાડા પ્રાંત અધિકારી શ્રી.દિપક બારીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી.કનૈયાલાલ વસાવા, મામલતદાર શ્રી.એ.સી.વસાવા, મામલતદાર સિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતી શાંતાબેન, સિંચાઇ સમિતિ ચેરમેન શ્રી સોમાભાઈ , તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન વસાવા, દેડીયાપાડા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી.હિતેશ વસાવા સહિત અનેક હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.