શ્રોત:ગ્રામીણ ટુડે માંગરોળ તાલુકા પ્રતિનિધિ
માંગરોળ તાલુકાના કોસંબામાં કોરોનાએ કર્યો પ્રવેશ. સુરત જીલ્લા તંત્ર થયું દોડતું:
તરસાડી(કોસંબા): સુરત જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે, ત્યારે અત્યાર સુધી કોરા રહેલા માંગરોળ તાલુકાના કોસંબા ગામમાં કોરોનાનો પ્રવેશ થઇ ગયો છે. કોસંબા ગામનાં સ્નેહકુંજ સોસાયટી ખાતે રહેતા એક મહિલા સાડી અને ડ્રેસ મટીરીઅલનો છૂટક ધંધો કરતા એક પરિવારની મહિલા મુંબઈમાં સામાન લેવા ગઈ હતી. તે સમયે અચાનક ટ્રેન બંધ થઇ જતા મુંબઈ ખાતે જ રોકાઈ જવું પડ્યું હતું પરંતુ હાલ લોક ડાઉન નાં નિયમો હળવા થતાં અને આંતર રાજ્ય અવર જવર ચાલુ થતાં જ તે મહિલા પોતાના ઘરે કોસંબા આવી ગયા હતા. જેની જાણ થતા તંત્ર તરફથી તેમને હોમકોરોનટાઇન કરાયા હતા અને એમનો ટેસ્ટ કરાયો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા એમને સુરતની કોવિડ હોસ્પિટલ સિવિલમાં દાખલ કરાયા છે અને તેમના ઘરના સભ્યોને હોમકોરોનટાઇન કરાયા છે. અત્યાર સુધી કોસંબા ગામ અને એને અડીને આવેલા તરસાડી નગરપાલિકા વિસ્તારના લોકોમાં કોરોનાનો ડર ઓછો હતો તે આ ખબર મળતા જ હવે લોકોમાં ભય વધી ગયો છે. તંત્ર પણ સજાગ થઇ ગયું છે અને તકેદારીના ઠોસ કદમ ઉઠાવવા પ્રયત્નશીલ થયું છે.