
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ,
સુખદ સમાધાન:પતિ વ્યસન કરી પરિણીતાને મારઝુડ કરતા 181 અભ્યમ મદદે આવી:
181 અભ્યમ નર્મદા ટીમે કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું;
રાજપીપળા: ઘર હોય કે કામના સ્થળે મહિલાઓનું શોષણ થયાની અનેક ઘટનાઓ આપણી સામે આવતી રહે છે. ત્યારે સરકાર દ્વારા મહિલા પર થતા અત્યાચારને અટકાવવા 181 અભયમ સેવાની શરૂઆત કરી છે. જેમાં મહિલાઓ મુશ્કેલીના સમયમાં સીધો જ સંપર્ક કરીને મદદ મેળવી શકે છે. ત્યારે રાજપીપળા (નાંદોદ) તાલુકાનાં એક ગામ માંથી પરણિતાએ પોતાનું લગ્ન જીવન બચાવવા 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરેલ જેથી નર્મદા અભયમ ટીમ સ્થળ પર પહોંચી અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પતિને ભૂલ નો અહેસાસ કરાવતા પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરવામા આવ્યું હતુ.
મળતી માહિતી મુજબ પરણિતાના લગ્નનાનાં ૨૫ વર્ષ થયા અને બે છોકરીઓ છે પતિ છૂટક મજૂરી કામ કરે અને ઘરમાં એક પૈસો આપતા નથી અને પરણિત મહિલા જોડે દાદાગીરી કરી ઝગડો કરી મારઝૂડ કરે છે અને ત્યારે તેમના પતિ આજે વ્યસન કરીને આવી બપોરે મજુરી કરીને જમવા માટે આવ્યા ત્યારે પણ ખાવા દીધું નહીં અને અપશબ્દો બોલી અને તેઓની છોકરી ને વગર વાકે છાતીનાં ભાગે ડિક મારી દીધી. જ્યારે એક છોકરીના લગ્ન ગોઠવાઈ ગયા ત્યારે પરણિતાને ચિંતા થાય કે આવુજ કાયમ ઝગડો કરે તો શુ થશે, માટે હું હેરાન પરેશાન થઈ ગઈ છું. આ ત્રણ મહીના થી આવું કરે છે માટે આખરે પરણિતાએ કંટાળી ને 181 અભ્યમ ટીમને સમજાવવા માટે મદદ લીધી. ત્યારબાદ તેમના પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવવામાં આવ્યા અને કાયદાકિય ભાન કરાવ્યું તેમજ વ્યસન કરવાથી વ્યકિત ને સંસાર નું ભાન રહતું નથી પતિ સમજતાં હોવાથી પતિએ પત્ની આગળ કબુલ કરી અને ખાત્રી આપી કે આજ પછી હું વ્યસન કરવાનું બંધ કરી દઇશ ને મારઝુડ નહી કરી મારી ભુલ થઈ ગઈ માટે પતિ પત્નીને સમજાવટ થી સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા