
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સામાજિક કાર્યકર શ્રી રાજેન્દ્રસિંહ સાયનિયા દ્વારા લોકસેવા માટે જયાબેન મોદી હોસ્પિટલને માતબર અનુદાન:
સર્જન વસાવા, અંક્લેશ્વર: વાલીયાના પ્રસિદ્ધ સામાજિક કાર્યકર શ્રી રાજેન્દ્રસિંહ સાયનિયા સમાજની આરોગ્યસંબંધિત સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને રૂ. 1,00,000 (એક લાખ) નું ઉદાર દાન આપ્યું છે.
શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા સામાજિક કલ્યાણ અને આરોગ્ય સેવાઓ માટે અવિરત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શ્રી રાજેન્દ્રસિંહ સાયનિયા આ ઉદાર યોગદાન હોસ્પિટલ માટે સહાયરૂપ થશે અને ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓને વધુ સારો આરોગ્ય લાભ મળી શકે તે માટે ઉપયોગમાં આવશે.
શ્રી રાજેન્દ્રસિંહ સાયનિયા હંમેશા સમાજ સેવા અને જનહિતમાં વિશેષ યોગદાન આપ્યું છે. તેમની આ દાનસહાયથી સમાજમાં આરોગ્યસેવાઓ વધુ સુદૃઢ બનશે.