મારું ગામ મારાં ન્યુઝ

સાચા આદિવાસી લોકોને જાતિના દાખલા કઢાવવામા પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા બાબતે રાજ્યપાલ મહોદયને આવેદનપત્ર મોકલી અપાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના વ્યારા તાલુકા દ્વારા સાચા આદિવાસી લોકોને જાતિના દાખલા કઢાવવામા પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા બાબતે રાજ્યપાલ મહોદય અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલેકટર તાપી ને આપવામાં આવ્યું આવેદનપત્ર: 

ઉપરોક્ત વિષય અન્વયે આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો  કે ગુજરાત સરકાર નાં આદિજાતિ વિકાસ વિભાગ નાં તારીખ: ૧૯ મી સપ્ટેમ્બર ૨૦૨૦ ની સરકારી જાહેરાતનામા ક્રમાંક જીએસ/એસએચ/૦૧/એજેપી/૧૦૨૦૧૮/ચ, રાજપત્ર નાં જાહેરનામાં થી અનુસુચિ આદિજાતી પ્રમાણપત્ર મેળવવા અથવા આવા પ્રમાણપત્ર ની ખરાઈ કરાવવા માટે તથા બિન આદિવાસી ખોટા આદિજાતિ પ્રમાણપત્ર નાં લઇ શકે તેને ધ્યાને રાખી જોગવાઈ કરવામાં આવેલી છે. જે બરાબર છે. તેની ચુસ્ત અમલવારી થવી જ જોઈએ, ગીર,બરડા અને આલેચના જંગલ વિસ્તાર નાં નેસ મા વસતા રબારી,ભરવાડ, અને ચારણ લોકોને આદિજાતી પ્રમાણપત્ર આપવામાં કરવી જોઈએ જ્યાં હજી પણ જુના નિયમ મુજબ જ દાખલા આપવામાં આવે છે. તેની જગ્યાએ આ કાયદાનો હવાલો આપીને અસલ આદિવાસીઓની બહુલ વસ્તી ધરાવતા જિલ્લાના દરેક મામલતદાર કચેરીઓમા આદિવાસી સમાજના લોકો પર અરજદાર નાં પિતા, દાદા પરદાદા ના જન્મ રજીસ્ટર નાં ઉતારા, પ્રાથમિક શાળા પ્રવેશ રજીસ્ટર નો ઉતારો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કાયમી રહેઠાણ નાં દસ્તાવેજી પુરાવાઓ, ગામ નો નમુનો, ૭૩ એએ નું સોગંધનામુ, સરકારી અથવા અન્ય કોઈ સેવામાં હોય તેવા અરજદાર નાં પિતા દાદા પરદાદા લોહીનું સગાપણ ધરાવતા સગાસબંધીઓની આદિજાતી જણાવતા રેકોર્ડ નો ઉતારો જેવા ૩૭ જાતના પુરાવાઓ માંગવામાં આવે છે.અને એક પણ પુરાવો ન હોય એટલે દાખલા આપવામાં આવતા નથી. અને અસલ આદિવાસીઓ જાતિના દાખલાથી વંચિત રહી જાય છે.

એકબાજુ આ ગુજરાત સરકારે મેળાઓ કરી ને બોગસ આદિવાસીઓને લાખો ખોટા જાતિના પ્રમાણપત્રો નું વિતરણ કરી દીધું છે. બીજી બાજુ અસલ આદિવાસીઓને જાતિના દાખલા માટે મુશ્કેલી ઉભી કરે છે. અમારા બાપ દાદાઓને તો આ સરકારો દ્વારા મજબૂરી પેદા કરી, શિક્ષણ થી વંચિત રાખવામાં આવ્યા હતા. તેમજ હાલમાં પણ આદિવાસી વિસ્તાર ના અનેક લોકો શિક્ષણ થી વંચિત હોવાને કારણે તેમના પુરાવા ગ્રામ્ય વિસ્તાર મા એકઠા કરવા ખુબ મુશ્કેલપડે છે. બધા પુરાવાઓ મેળવતા લોકોને અનેક દિવસો વીતી જાય છે, જેના કારણે પ્રજાના અગત્યના કામો અટકી રહ્યા છે. તેમજ ખર્ચાઓ પણ વધી રહ્યા છે. અહીના આદિવાસી લોકો વરસાદી ખેતી પર નભનારા લોકો છે. અને ખેત મજુરી કરી ને જીવન નિર્વાહ કરનારા લોકો છે. બાળકો ને ભણાવવા માટે અગત્યના કામ છોડી, જાતિ અંગે દાખલો મેળવવા માટે અનેક ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. જેથી આ જીલ્લાના અસલ આદિવાસી લોકો ત્રાસી ગયા છે.

આથી તમામ આદિવાસી લોકોની માંગણી છે કે ૧૯-૦૯-૨૦૨૦ નું જાહેરનામા નો ચુસ્ત અમલવારી થાય તેમાં ખાસ કરીને ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારમા નેસ મા વસતા રબારી, ભરવાડ અને ચારણ લોકો માટે ચુસ્ત અમલવારી કરવામાં આવે જે યોગ્ય છે. સાથે અસલ આદિવાસીઓની બહુલ વસ્તી ધરાવતા તાલુકાઓમા જૂના નિયમ મુજબ સરપંચ તલાટી નો દાખલો, લીવીંગ સર્ટીફિકેટ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ નાં ફોટા સહિતના પુરાવાઓ રજુ કરી દાખલો આપવામાં આવતો હતો. તેજ પ્રમાણે અત્યારે જાતિના દાખલાઓ કાઢી આપવામાં આવે એવી અમારી માંગણી છે. જો આવીજ રીતે અસલ આદિવાસી પ્રજાને ખોટા ખર્ચાઓ અને હેરાન કરવામાં આવશે તો આવનાર સમયમાં સરકાર ને સાચા આદિવાસીઓ દ્વારા જન આંદોલન નો સામનો કરવો પડશે તેવું આવેદનપત્ર માં ઉમેરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है