શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ સાગબારા, નિતેશભાઈ રિપોર્ટર પ્રકાશ વસાવા
સાગબારા અને સગાઈ રેન્જના બે મહિલા વન અધિકારીઓનુ જોઇન્ટ ઓપરેશન…ગુજરાત મહારાષ્ટ્ર સરહદે જંગલ ચોરીના ૫૮ હજાર ના સાગી લાકડાઓ ઝડપી પાડ્યા:
નર્મદા જિલ્લો સાતપુડાની ગિરિકંદરાઓથી લહેરાતો વન્ય જિલ્લો છે જ્યાં જંગલ ચોર વિરપ્પનો ની કમી નથી, સાગબારા એ મહારાષ્ટ્ર સરહદે આવેલો તાલુકો હોય જંગલોની પેદાશો જંગલ ચોર વિરપ્પનો દ્વારા ગેરકાયદેસર રીતે કાપીને વાહતુક કરી શહેરો માં ઊંચી કિમતે વેચાણ અર્થે મોકલે છે, ત્યારે આવા વિરપ્પ્નો સામે વનો ના રક્ષણ કાજે બે મહિલાઓ બાથ ભીડી રહી છે ને જંગલો ને બચાવવા પ્રયાસો કરી રહી છે જેમાં તેઓને સફળતા પણ હાથ લાગી રહી છે.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા ના છેવાડાના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ની સરહદે આવેલા સાગબારા તાલુકા ખાતે હાલ માંજ નવા આવેલા મહિલા રેન્જ અધિકારી કુ, સપના બેન ચૌધરી અને ડેડીયાપાડા તાલુકાના સગાઈ રેન્જ ના મહિલા રેન્જ અધિકારી કુ, ઉન્નતિબેન પંચાલ દ્વારા છેલ્લા કેટલાક દિવસો થી મળેલ બાતમીના આધારે દિવસ રાત્રિ જોયા વગર ભારે વરસાદ વચ્ચે પણ પેટ્રોલીંગ કરી જંગલો ના નાશ કરી લાકડાઓ ના જથ્થાઓને વેચવાનો ધિકતો ધંધો કરતાં વિરપ્પ્નો ને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા, જેમાં ગત રાત્રિ દરમ્યાન સાગબારા ના દેવમોગરા બીટ ના જંગલોમા જોઇન્ટ ઓપરેશન કરી જંગલ ચોરીના ૫૮ હજાર ના સાગી લાકડાઓનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જોકે સદ નસીબે વિરપ્પ્નો ને જોઇન્ટ ઓપરેશન ની ગંધ આવી જતાં લાકડાનો જથ્થો નાખીને નાસી છૂટતા તેઓને પકડી સકાયા ન હતા.
ગુજરાત મહારાષ્ટ્ર સરહદે ગુનાઓનું પ્રમાણ વધુ છે ,ત્યારે કોઈપણ જાત ની પરવા કર્યા વગર આ બંને મહિલા વન અધિકારીઓએ પોતાની ફરજ નિષ્ઠા થી નિભાવી રહી છે. રાત્રિ દરમ્યાન સાગી ચોરસા નંગ ૧૦ જેના ઘન મીટર ૧.૧૩૯ કિમત રૂ. ૫૮૭૯૫ નો મુદ્દામાલ ઝડપી સાગબારા ખાતે લાવવામા આવ્યો હતો. આ જોઇન્ટ ઓપરેશન માં દેવમોગરા રાઉન્ડ ફોરેસ્ટર મગનભાઇ કે.વસાવા, કે.એન વસાવા , એ.બી.રાઠવા , એસ. આઈ વસાવા જે. કે રડીયા , એફ. બી ચૌધરી સહિત ની ટીમે કામગીરી હાથ ધરી હતી..