શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા પ્રકાશ વસાવા, બ્યુરો ચીફ: નિતેશ વસાવા
નર્મદા જીલ્લાનાં સાગબારા તાલુકામાં BTP/BTS. ના રાષ્ટ્રીય અઘ્યક્ષ તેમજ દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા ની અઘ્યક્ષતામાં સેલંબા ખાતે સાગબારા તાલુકાનાં આગેવાનો ,સરપંચ શ્રીઓ, સાથે મીટીંગ યોજાઈ હતી, જેમાં ખાસ કરીને અનેક મુદ્દાઓ પર આગેવાનો તેમજ ખેડુત મિત્રો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.
1) 5 મી અનુસૂચિ ની અમલવારી.
2) સ્ટેચ્યુ ઑફ યુનિટી અને આદિવાસી સમાજ પર થયેલા અત્યાચારો.
3) શિક્ષિત બેરોજગાર યુવાનોની રોજગારીની સમસ્યા.
4) આદિવાસી વિસ્તારમાં સિંચાઇના પ્રશ્નો.
5) આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી પાક – નુકશાની અને માર્કેટ વ્યવસ્થા.
જેવી બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવા મા આવી હતી, સાથે સાથે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તાલુકા અને જિલ્લા પંચાયત સીટોની સમીક્ષા કરવામા આવી હતી, આ પ્રસંગે BTP નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી.ચૈતરભાઇ વસાવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી.બહાદુરભાઈ વસાવા, BTP /BTS ના હોદ્દેદારો તેમજ જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચ શ્રીઓ, આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.