શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, દેડિયાપાડા
સાંસદ મનસુખભાઈ વસાવા અને માજી વનમંત્રી મોતિભાઈ વસાવા સાથે અનેક આગેવાનોનાં હસ્તે વન અધિકાર પત્રોનુ વિતરણ:
નર્મદાનાં આદિવાસી વિસ્તારોમાં વસતાં અને વર્ષોથી ખેતી અને પશુપાલન કરતાં આવ્યાં છે ગત દિવસોમાં સરકાર દ્વારા વન અધિકાર કાયદો અમલમાં આવતાં ખેતી કરતાં આવતાં જમીનની સનદ (વન અધિકાર પત્રો) સરકાર દ્વારા વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું. ઘણા કીસ્સાઓમાં ઓછી જમીન ફળવાણી કરવામાં આવતાં ફરીને બીજી વખત નર્મદાનાં અંતરિયાળ વિસ્તારમાં વન અધિકાર પત્ર (સનદ)નૂ વિતરણ ખેડૂત મિત્રોને કરવામાં આવ્યું: આ કાર્યક્રમમાં અધિકારીઓ અને અન્ય સામજીક આગેવાનો હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ દ્વારા ખેડૂતોમાં ખુશીની લાગણીઓ પ્રવર્તી હતી,
ડેડીયાપાડા તાલુકાના ઉંડાણ વિસ્તારમાં તા. 5/8/2020 ના રોજ વનઅધિકાર પત્રોનુ ( સનદ ) વિતરણ કરતા ભરૂચ/ નર્મદા જીલ્લાનાં સાંસદશ્રી મનસુખભાઈ વસાવા સાહેબ સાથે માજી જીલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ સોનજીભાઈ (જાનકી) રમેશભાઈ તથા સ્થાનિક આગેવાનોનાં વરદ હસ્તે વાંદરીગામે, નામગીર ગામે વિગેરે અનેક ગામોમાં વન અધિકાર પત્રોનુ વિતરણ કરવામાં આવ્યું તથા આ કાર્યક્રમમાં માજી વનમંત્રી મોતિભાઈ વસાવા સાહેબ સાથે નર્મદા જીલ્લાના પંચાયતનાં ઉપપ્રમુખ રણજીતભાઈ ટેલર,તાલુકા ભાજ પા પ્રમુખ માનસિંગભાઈ વસાવા, તાલુકા યુવા મોરચાના પ્રમુખ ધરમસિંગભાઈ વસાવા તથા જીલ્લા પંચાયત પ્રમુખ દામાભાઈ વસાવા સાહેબ રહ્યા હાજર: સરકાર દ્વારા નર્મદાનાં અલગ અલગ ગામોમાં વન અધિકાર પત્ર (સનદ)નૂ વિતરણ ખેડૂત મિત્રોને કરવામાં આવ્યું હતું જેમા વાંદરી ગામે કુલ 154 ખેડૂતોને,નામગીર ગામે કુલ 82 ખેડૂતોને, ચોકીમાલી ગામે કુલ. 16 ખેડૂતોને પાનખલા શીશા ગામે કુલ. 128 ખેડૂતોને, ડાબકા ગામે 112 . અરેઠી ગામે 137 ખેડૂતોને સનદોનું કરાયું વિતરણ સમગ્ર કાર્યક્રમમાં કુલ ૬૨૯ લાભાર્થી ખેડૂત મિત્રોને સરકાર દ્વારા સનદોનુ વિતરણ કરવામાં આવ્યું.