શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સયાજીરાવ ગ્રાઉન્ડના એક કોર્નરને શ્રમિક પોઇન્ટ તરીકે જાહેર કરવા બાબત:
કોરોના સંક્રમણ કાળમાં જિલ્લામાં મજૂર વર્ગના લોકોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી આજરોજ સયાજીરાવ ગ્રાઉન્ડના બહાર તરફના કોર્નરને શ્રમિક પોઇન્ટ જાહેર કરવામાં આવ્યો છે અહીં મજૂરી કામ કરતા લોકોને સત્વરે કામ મળી રહે તે હેતુથી સવારે આઠ થી દસ કલાકે આવીને બેસે તો બીજી તરફ શ્રમિકો ની જરૂરિયાત વાળા લોકો અહીં આવીને મજૂરો સાથે ચર્ચા કરી શ્રમિકોની સેવાઓ મેળવી શકશે. અત્રે નોંધનીય છે કે બીજા જિલ્લાઓમાં પણ આ રીતે નિશ્ચિત પોઇન્ટ પર લોકોને રોજગારી મળી રહેતી હોય છે અત્યારે અત્રેના જિલ્લામાં કોરોના હોસ્પિટલમાં વધારો થતાં તેમજ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરો ઉપાડવા તેમજ સાફ સફાઈ માટે અનેક શ્રમિકોની જરૂરિયાત ઊભી થઈ છે શહેરના મીડિયાના મિત્રો અને સામાજિક રાજકીય આગેવાનોને આ બાબતની બહોળી પ્રસિદ્ધિ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નગરજનોને આ બાબત સોશિયલ મીડિયા પર વધુ ને વધુ પ્રસારિત કરવા પણ અનુરોધ કરવામાં આવે છે જેથી જરુરિયાત મજુર વર્ગને કામ મળી રહે.