
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ દિલ્હી ખાતે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ગીરીમથક સાપુતારાના તળેટીય વિસ્તારમા આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ શાળાના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના ધોરણ ૧૧ ના કુલ ૭૨ વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને સ્ટાફ મળી શૈક્ષણિક પ્રવાસ અર્થે દિલ્હીમાં છે.
આ વિદ્યાર્થીઓએ દિલ્હી ખાતે ગૃહ મંત્રીશ્રી અમિત શાહ સાથે મુલાકાત કરી વાર્તાલાપ કર્યો હતો. અહિં ગૃહ મંત્રીશ્રી અમિત શાહે પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાના સંચાલક પૂજ્ય શ્રી પી.પી.સ્વામીએ શાળાની સિધ્ધિઓ વર્ણવી હતી. જેમાં તાજેતરમાં આ શાળાના ૭ વિદ્યાર્થીઓએ JEE મેઇન પરીક્ષા આપી એડવાન્સમાં કવૉલીફાઇ થયા છે. આ સાથે જ ડાંગ જિલ્લામાં ચાલી રહેલ ૩૧૧ ગામડાઓમાં શ્રી હનુમાનજી મંદિર નિર્માણની માહિતી મેળવી હતી.
વિદ્યાર્થીની દ્વારા શાળાની વિશેષતાઓ સાથે માતૃ પિતૃ વંદના વિશે માહિતી આપી હતી. ગૃહ મંત્રીશ્રી અમીત શાહે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓ ક્યાં ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે તે અંગેની માહિતી મેળવી હતી. તેમજ તેઓ ભવિષ્યમાં કેવળ પોતાનો જ વિચાર ન કરતા અન્ય માટે તથા દેશ માટે પણ સક્રીય રહેવાની શીખ આપી, વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે શૈક્ષણિક પ્રવાસના દાતા શ્રી હેમંતભાઈ પટેલ, સામાજીક અગ્રણી શ્રી સુનીલભાઈ પાટીલ, શ્રી મનહરભાઈ કાકડીયા, શ્રી રાકેશભાઈ મોદી, ભાવેશભાઇ લાઠીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.