
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડાના શ્રી એન બારોટ વિદ્યાલયના પૂર્વ શિક્ષક અને લોકોના લાડીલા ગુરુનું કોરોના કહેર વચ્ચે અવસાન થતા પરિવાર સહિત નગરમાં શોકની લાગણી:
સમગ્ર દેશ અને ગુજરાત સહિત શહેરો માં છોડીને હવે કોરોના જ્યારે તાલુકામાં અને ગામડાઓમાં આવી ચૂક્યો છે ત્યારે ડેડીયાપાડા નગરમાં ૩૦થી ૪૦ લોકોના અવસાન થઇ ચૂકયા છે, ત્યારે આજે પણ બીજુ એક દુઃખદ બનાવ બન્યો હતો, જેમાં દેડિયાપાડાનાં શ્રી એન. બારોટ વિદ્યાલયમાં ૨૭ વર્ષ હાયર સેકન્ડરી વિભાગમાં વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં જોડાયેલા શિક્ષક શ્રી મણિલાલ સાહેબ સમગ્ર ડેડીયાપાડા સાગબારા તાલુકા માં લોક પ્રિય શિક્ષક હતા અને તેઓ નિષ્ઠા અને પ્રમાણિકતાથી આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત ફેલાવી હતી, તેઓ કોઈ વિદ્યાર્થી SSC બોર્ડ HSC બોર્ડની પરીક્ષાની ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીઓને ફી પણ ભરી દેતા હતા તેવા પ્રેમાળ શિક્ષક શ્રી મણિલાલ સાહેબ અને તેઓ છેલ્લા 16 થી નિવૃત્ત થઈ ચૂક્યા હતા છતાં પણ શિક્ષણ માટે માર્ગદર્શન માટે આવતા તમને યોગ્ય સલાહ આપીને લોકોની કારકિર્દી બનાવવા માટે ખૂબ જ ઉત્સાહી હતા તેઓના હાથમાં ભણેલા કોઈ મામલતદાર કોઈ પીએસઆઇ, જજીસ, એડવોકેટ સહિત ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા જેઓનું ગઈકાલે તેમનું પણ કોરોના કહેર વચ્ચે ૭૪માં વર્ષે દુ:ખદ અવસાન થયું હતું જેની અંતિમયાત્રા આજે ડેડીયાપાડા ખાતે કાઢવામાં આવી હતી.