
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
વ્યારા ફોટો વિડીયો એસોસિએશન ફોટોગ્રાફી લાઇટિંગ વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન:
તાપી: વ્યારા ફોટો વિડીયો એસોસિએશન દ્વારા તા. ૧૬મી માર્ચ, ૨૦૨૫ ના રોજ ફુજીફિલ્મ કંપનીના ફોટોગ્રાફી લાઇટિંગ વર્કશોપનું ભવ્ય આયોજન વ્યારા ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પોટ્રેટ ફોટોગ્રાફી લાઇટિંગ ટેકનોલોજી વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું. Fujifilm ના X બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. હિતેશભાઈ પટેલ દ્વારા ફોટોગ્રાફીમાં લાઇટિંગ ટેકનિક્સનો વ્યાપક ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી. સાથે જ પ્રોડક્ટ ટ્રેનર સાદાબ આલમ દ્વારા ફુજીફિલ્મ મિરરલેસ કેમેરા અંગે ની વિશિષ્ટ માહતી અને ટેકનોલોજી શિખવવામાં આવી. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાનોમાં Fujifilm કંપનીના ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ના આસિસ્ટન્ટ મેનેજર શ્રી જપન ચોલેરા, બારડોલી, માંડવી અને સોનગઢ ફોટો એસોસિએશનના પ્રતિનિધિઓ, સી.ડી. કલેક્શન વ્યારાના મનોજભાઈ શાહ, ક્લિક ડિજિટલ લેબના હિતેશભાઈ, ની વિશિષ્ટ હાજરી રહી હતી.
વ્યારા ફોટો વિડિયો એસોસિએશનના પ્રમુખ શ્રી રોહિતભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલ પટેલ અને રાકેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. વ્યારા ફોટો વિડિયો એસોસિએશનના મંત્રી ભદ્રેશ ટેલર, ખજાનચી વિનય કોકણી એ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરી અને રજીસ્ટ્રેશન કાઉન્ટર ની જવાબદારી નારી શક્તિએ ઉપાડી, એસોસિએશનના તમામ સભ્યોએ આ કાર્યક્રમના આયોજન માટે નિષ્ઠાપૂર્વક મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, આજના વર્કશોપમાં વ્યારા અને આસપાસના વિસ્તારોના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર મિત્રોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો. કંપની દ્વારા પ્રેક્ટિકલ ડેમો સાથે ટેકનિકલ ગાઇડન્સ પૂરુ પાડવામાં આવ્યું, જેનાથી ભાગ લેનાર ફોટોગ્રાફરોમાં નવુ શીખવાનું ધગસ અને અનોખો ઉમંગ જોવા મળ્યો હતો. આજના આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનો અને ફોટોગ્રાફર્સ મિત્રરનો વ્યારા ફોટો વિડિયો એસોસિએશન દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.