શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા નગરમાં પાટા ફળિયા ખાતે આવેલ ચાર રસ્તા પર બંપર જર્જરિત હાલતમાં. લોકોમાં સ્પીડ બ્રેકર મુકવાની માંગ પ્રબળ, તાલુકા પંચાયત સભ્ય ગંગાબેનને વારંવાર લેખિત અને મૌખિક તંત્રને રજૂઆતો કરવામાં આવી છે.
નવસારી જીલ્લાના વાંસદા નગરનું પાટાફળીયા ખાતે આવેલા આવેલા ચાર રસ્તા પર બંપર ખૂબ જ જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યો છે, જેનાં લીધે અવારનવાર અનેક અકસ્માતો થાય છે, અને લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પણ થવા પામી છે.
સ્થાનિક આગેવાનો થકી વારંવાર રજૂઆત છતાં માર્ગ અને મકાન વિભાગ વાંસદા દ્વારા કોઈ પણ પ્રકારનાં પગલાં લેતું નથી અને બંપર મૂકવાની પણ કામગીરી કરતી નથી. શું માર્ગ અને મકાન વિભાગ વાંસદા આ ચાર રસ્તા પર કોઈની બલિની રાહ જોઈ રહી છે ? આ બાબતે આ વિસ્તારનાં તાલુકા પંચાયત સભ્ય ગંગાબેનને વારંવાર લેખિત અને મૌખિક તંત્રને રજૂઆતો કરી છે. છતાં અધિકારીઓનાં પેટનું પાણી નથી હલતું. આ બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો તાલુકા પંચાયત સભ્ય ગંગાબેનને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.