શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા નગરનાં શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદામાં 75મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હર્ષો ઉલ્લાસ ભેર કરવામાં આવી હતી,
વાંસદામાં 75 મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રુપે શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદામાં માં પણ તિરંગાને ઉત્સાહ, ઉમંગ અને આન બાન શાન સાથે સલામી આપીને ઉજવણી કરવામાં આવી,
તા. 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિન સમગ્ર ભારત દેશમાં આજે આઝાદી નું પર્વ હર્ષો ઉલ્લાસ થી ઉજવણી કરી રહયું છે, ત્યારે વાંસદા તાલુકાના અનેક સ્કૂલોમાં પણ દરેક જગ્યાએ સરકારશ્રીની કોરોના મહામારી ગાઈડ લાઈન મુજબનું આયોજન કરી 75 મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે શાળા ના આચાર્ય શ્રી, શિક્ષકો અને વાલી મિત્રોની તથાં ગામના આગેવાનની હાજરીમાં અને શ્રી પ્રતાપ હાઈસ્કુલ કેળવણી મંડળના પ્રમુખ નટુભાઇ પંચાલના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદનને આદર અને સન્માન પૂર્વક ખુબ જ ઉત્સાહ અને આનંદથી તિરંગા ફરકાવી રાષ્ટ્રગીત ભારત માતા કી જય જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠાયું હતું. ત્યાર બાદ જેના માતા પિતા કોરોના મહામારીમાં ગુજરી ગયા છે તેઓને સ્કૂલ તરફથી તેવા બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવી હતી, અને ત્યારબાદ રંગારંગ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો, સમગ્ર દેશભક્તિની કૃતિઓ બાળાઓ દ્વારા રજુ કરવામાં આવી.