શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકામાં કોરોના સંક્ર્મણનો રાફડો ફાટતાં પ્રાંત અધિકારી અને નવસારી આરોગ્યના મેડીકલ ઓફીસર દ્વારા તાત્કાલિક મિટિંગ પ્રાંત કચેરીમાં યોજાઈ.
વાંસદા તાલુકા કચેરી ખાતે તાત્કાલિક મીટીંગ યોજાઈ જેમાં કોરોના સતત વધી રહેલા કેસોને લઈને અગત્યની PHC ના મેડીકલ ઓફીસરો સાથે તાત્કાલિક મીટીંગ લેવાઈ;
વાંસદા તાલુકા કચેરીએ તાત્કાલ નવસારી જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને વાંસદા તાલુકાનાં તમામ PHCના મેડીકલ ઓફીસરોને વાંસદા કચેરીએ તાત્કાલ જાણ કરી પ્રાંત અધિકારી અને નવસારી આરોગ્ય ઓફીસરની હાજરીમાં મીટીંગ યોજાઈ:
વાંસદા કચેરીમાં મીટીંગ લેવાનો મુખ્ય હેતુ ઉદ્દેશ્ય કોવિડ-૧૯ ના સમગ્ર તાલુકા મથકે સતત કેસો વધવાને લઈ તમામ ગાઈડ લાઈન સ્થાનિક અધિકારીનો સહકાર લેવા અનુરોધ કરાયો. તેમાં રેવન્યૂ ડીપાર્ટમેન્ટ,પોલીસતંત્ર,અને આરોગ્ય ખાતાં ના કર્મચારી ને તમામ સુચનાનો કડક અમલ કરવો ગામના અંદર અન્ય રાજયમાંથી આવતાં બહાર ગામ નોકરી ધંધા અર્થે ગયેલા અને પોતાના વતન આવેલ હોય તેવા લોકોને ગામના નાગરિકને સરપંચ થકી આરોગ્ય ને જાણ કરવામાં આવે. તેમાં સુરત થી મહારાષ્ટ્ર રાજયમાં અવર-જવર તથા મહારાષ્ટ્ર બોર્ડરને લાગતા જિલ્લા તાલુકાના બોર્ડર પર કંટ્રોલ કરવાની અત્યંત જરુર છેઃ હાલમાં આરોગ્ય ખાતાના કર્મચારીએ રજા ની માંગણી કરવી નહીં હોય તેવું જિલ્લા આરોગ્ય અધિકારીઓ એ સુચના આપી હતી. અને સેમ્પલનું પરોપર પેકીંગ બરાબર થવું જોઈએ. તમામ PHC સેન્ટરો પર સોશિયલ ડિસ્ટન્સનુ પુરેપુરુ પાલન થાય તે સાથે તકેદારી રાખવી પરિવાર માંથી એક જ વ્યક્તિનું RTPCR ચેક કરવામાં આવે જેથી સંક્રમણ અટકાવી શકાય તેમ છે તમામ ગામડાં હાટ બજારો મોકુફ રાખવા તેમાં મુખ્ય સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનેટારાઇઝર નો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તે હાલમાં અંત્યંત જરૂરી બની જવા પામ્યો છે,
આ તાત્કાલ મિટિંગમાં વાંસદાના પ્રાન્ત અધિકારી, નવસારી સી.ડી.એચ.ઓ. ડૉ.દિલીપ ભાવસાર,જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી, નવસારી જિલ્લા શાસક પક્ષના નેતા સિવેન્દ્રસિંહ સોલંકી,જિલ્લા ઉપ પ્રમુખ વિરલભાઈ વ્યાસ,વાંસદા તાલુકા પોલીસ સ્ટેશનના પી એસ. આઇ. વિરેન્દ્રસિંહ વાઘેલા,તેમજ પીએસસી ના મેડીકલ ઓફીસર આયુર્વેદિક કર્મચારીઓ હાજર રહ્યા હતા.