
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકાના ઘોડમાળ ગામની આંગણવાડીનું લોકાર્પણ કરાયું.
આંગણવાડી નું જૂનું જર્જરિત મકાનને તોડી નવું મકાન તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું,
ઘોડમાળ ગામના નિશાળ ફળીયામાં આંગણવાડીનું નવા મકાનનું ઉદ્ઘાટન થવાથી ખુશીનો માહોલ.
વાંસદા તાલુકાના ઘોડમાળ ગામમાં નિશાળ ફળીયામાં મુખ્ય આંગણવાડી ઘણા સમયથી જર્જરીત અવસ્થામાં હતી તે દરમિયાન એને તોડીને નવી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આંગણવાડીમાં બઘીજ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે,
બાળકોને શિક્ષણ આપવા અલગ અલગ શિક્ષણ ચાર્ટ તેમજ બાળકો માટે અલગ અલગ રમત ગમત ના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, પીવાનું ચોખ્ખું પાણી અને બાળકો માટે તાજુ અને ગરમ જમવાનુ મળે માટે સુંદર કિચન પણ બનાવવામાં આવ્યું છે, અને એવી રીતે આંગણવાડીમા બઘીજ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આંગણવાડી એ પ્રાથમિક શાળા પહેલા નાનાં ભૂલકાઓને માતા પિતાની સૌથી અગત્યનું સંસ્કાર બિંદુ છે, જ્યાં પ્રોટીન વાળો ખોરાક આરોગી રમકડાં રમી શિક્ષણનો પાયો મેળવી આગળ વધે છે, જેમાં આંગણવાડીની બહેનો માં બાપ ની ગરજ પુરી પાડે છે.
આંગણવાડી કેન્દ્રનાં નવા મકાનનું લોકાર્પણ ગામના આગેવાન રતિલાલભાઈ ભગરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં કોંગ્રેસના ગામના આગેવાનો સંજયભાઈ, રમેશભાઈ, જીવણભાઈ, અરવિંદભાઈ, બીપીનભાઈ તથા ગામના સરપંચ શ્રીમતિ મજુંલાબેન તથા આંગણવાડી બહેનો તથા ગામના આગેવાનો તથા નાના બાળકોના વાલીઓ પણ આંગણવાડી નુ લોકાર્પણ કાર્યક્રમ હાજર રહ્યા હતા અને પ્રોત્સાહન આપ્યુ હતું.