શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પત્રકાર: કમલેશ ગાંવિત, વાંસદા
દશેરાનો તહેવાર રાવણ દહનનો કાર્યક્રમ વાંસદા તાલુકા ગામોમાં ઠેર ઠેર ઉજવાયો.
વાંસદા તાલુકાના ગંગપુર ગામે, ઢોલુમ્બર ગામે, તથા અનેક ગામોમાં વિજ્યા દશમી દશેરા પર્વ અંતર્ગત રાવણ દહન કાર્યક્રમ ઉજવાયો.
વાંસદા : દેશમાં સનાતન કાળ યુગથી હિંદુ સંસ્કૃતિ આદિથી ચાલતી શાસ્ત્રો પુરાણો અનુસાર ભગવાન શ્રીરામે આસુરી શક્તિ રાક્ષસોનો સંહાર કર્યો હતો તેમાં રાવણ જેવાં શક્તિ શાળીનો વધ દશેરાના દિવસે કર્યો હતો. અને કામ, ક્રોધ, મોહ, લોભ, અનીતિ, અધર્મનો નાસ કરી વિજય મેળવ્યો હતો. તેવોના સંહારથી માનવ જાતિને સંસ્કારો મળે અને પાપનો નાશ થાય અને ધર્મનો વિજય થાય તે હેતુસર રાવણ દહન કાર્યક્રમ દશેરાના દીવસે ઉજવાતો આવેલ છે. જેમાં ઢોલુમ્બર ગામે નિશાળ ફળીયામાં અંબા માતાજીના મંદિર પાસે ઉજવાયો અને ગંગપુર ગામે હનુમાનજી મંદિર દેવિવડ હોળીના મેદાનમાં જય અંબે યુવક મંડળ દ્વારા રાખવામાં આવેલ તેમાં મુખ્ય મહેમાનમાં રાકેશભાઈ થોરાટ, માજી સરપંચ કમલેશભાઈ ગાંવિત, વસંતભાઈ ચવધરી, જગદીશભાઈ ગવળી, ગુલાબભાઇ ચવધરી વગેરે ગંગપુર આગેવાનો, આજુ બાજુ ગામના ખુબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં રાવણ દહનનો કાર્યક્રમની ઉજવણી ધૂમ ધામથી ઉત્સાહથી કરવામાં આવ્યો હતો.
સંપૂર્ણ કાર્યક્રમ જય અંબે યુવક મંડળના યુવાનો અને વસંતભાઈ દ્વારા કાર્યક્રમ ને સફળ બનવવા ભારે જહેમત ઉઠાવી હતી અંતે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.