શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના આંબાપાણી ગામે આગ લાગવાની ઘટના થી આજુબાજુના વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની દોડધામ વચ્ચે ચર્ચાનો માહોલ;
વાંસદા તાલુકા ના આંબાપાણી ગામે આગ લાગવાની ઘટના બની હોવાની ચર્ચાઓ વાયુ વેગે ફેલાવાથી આજુબાજુના ગામમાં વિસ્તારમાં આ આગની ઘટનાને લઈ જે પરિવાર ના ઘરે દુ:ખનો સોપો પડી ગયેલ છે. કોરોના મહામારી અને મોઘવારી વચ્ચે આગજની ઘટના દ્વારા આર્થિક નુકશાન,
માહીતી પ્રમાણે આંબાપાણી ગામે બારી ફળિયામાં રહેતા અરજદાર પ્રકાશભાઈ ભીખુભાઈ પાડવી ના ઘરના ખાલી ડાંગરના પુળેટિયાના ચાર કુંડા બનાવેલ ખળી માં હતા. ઘરના ઢોર માટે મૂકી રાખવામાં આવેલ જે પુળેટિયામાં 25/02/21ના રોજ રાત્રે આગ લાગી હતી. જે ઘટના ની ઘરના સદસ્યો ને ખબર ન પડતાં તેઓ સુતેલા હતા. પરંતુ પ્રકાશભાઈ ભીખુભાઈ પાડવી ડ્રાઇવર અને પોતાનાં પીકઅપ ભાડાં અર્થે ગયેલા હતા.અને રાત્રે 10.30 વાગ્યે આશરે પરત ઘરે ફરતા ઘર પાસે જોયું તો પુળેટિયા ના કુંડામાં આગ લાગેલી જોઈ તરતજ પીકઅપ મૂકી ઘરના પરિવાર ને ઉઠાડી ઘરની મોટર પાઈપલાઈન વડે ચાલુ કરી આગ ઓલવવા પ્રયાસ કરેલ પરંતુ આગ કાબુમાં ન આવતા કુટુંબી દલુભાઈ ગંગાજીભાઈ પાડવી ને બોલાવતા ગામ જનો અને ઘટના સ્થળે વાંસદા પોલીસ પણ આવેલ. ત્યાર બાદ ફાયર બ્રીગેડ ને બોલાવતા આગ કાબુમાં આવી હતી. અરજદાર નું કહ્યું હતું કે અમારા ઘરના પુળેટિયા ના કુંડા માં 30હજાર જેટલી પુળેટિયા હતા. જે હાલ આખા જ ખાખ થઈ ગયા છે. જેની કિંમત આશરે 1,20,000/રુપિયા ના હોય.હવે તેઓ એ કુદરતી ન્યાયની આશા વ્યકત કરી છે.વાંસદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ છે.