
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેશભાઈ
સુરત: માંગરોળ; આજ રોજ સુરત જિલ્લાનાં માંડવી તાલુકાના વદેશીયા ગામે પ્રાથમિક શાળાએ સામાજીક વનીકરણ રેન્જ માંડવી, વનવિભાગ ઉત્તર-દક્ષિણ રેન્જ માંડવી, ગ્રીન ટીમ વદેશીયા,નાં સયુંકત ઉપક્રમે ૭૧મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમજ મુખ્ય શાળા પરિવાર વદેશીયાનો સ્ટાફ આ કાર્યક્રમ માં હાજર રહ્યો હતો. આજરોજ તા. ૨૪/૦૮/૨૦૨૦ના રોજ વદેશીયા ગામની મુખ્ય શાળામાં ૭૧મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ માંડવીનાં ઓફિસર રમાબેન જી. વસાવા, દક્ષિણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવીના યુ.ડી.રાઉલજી, ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવીના કે.એસ.ચૌધરી, વદેશીયા ગામનાં સરપંચશ્રી કંકાબેન તેમજ વદેશીયા મુખ્ય શાળાના આચાર્ય શંકરભાઈ ચૌધરી હાજર રહ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના ઉપદંડકશ્રી, માંડવી-સોનગઢ તાલુકાના ધારાસભ્ય તથા સુરત જીલ્લાના કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી આનંદભાઈ ચૌધરી હાજર રહ્યા હતા, ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીનાં અધ્યક્ષ પણે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, અને તેમના હસ્તે રીબીન કાપીને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો અને ૭૧મો વનમહોત્સવ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે મુખ્ય શાળાના આચાર્ય શંકરભાઈ ચૌધરીએ સર્વેનો અભાર વ્યક્ત કર્યો હતો.



