શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ: પોલીસ મહાનિર્દેશક શ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગર નાઓ તરફથી પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તા તથા જેલમાંથી ફરાર કેદી-આરોપીઓ ઝડપી પાડવા સારું સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને ઇન્ચાર્જ પો.સ.ઇ.શ્રી પી.સી.બરંડા તથા પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના ટેલીફોનીક માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો અંકલેશ્વર GIDC પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા પાકા કામના કેદી નં. ૮૪૩૩૧ ભુવનભાઇ સરાધભાઇ વસાવા રહે, કોસમડી, મોરા ફળીયું, તા.અંકલેશ્વર જી.ભરૂચનાને કોરોના વાયરસના કારણે તા.૦૯/૦૪/૨૦૨૦ થી તા. ૦૯/૦૬/૨૦૨૦ ની દિન-૬૦ ની રજા ઉપર વડોદારા મધ્યસ્થ જેલમાંથી મુક્ત થયેલ ત્યારબાદ પેરોલ રજા પર તા.૧૧/૦૬/૨૦૨૦ થી ૨૬/૦૬/૨૦૨૦ સુધી તથા અંતિમ તા.૦૭/૦૭/૨૦ર૦ સુધી પેરોલ રજામાં વધારો થયેલ અને ત્યારબાદ સંદર આરોપીને તા. ૦૮/૦૭/૨૦૨૦ ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર નહિ થતા સત્તાવાળાઓએ તેના વિરૂધ્ધ વડોદરા જીલ્લાના રાવપુરા પો.સ્ટે. ગુ.ર.નં. II ૦૦/૨૦૨૦ પ્રિઝનલ એક્ટની કલમ ૫૧ (૧) (બી) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જેને કોસમડી ખાતે તેના ઘરેથી આજરોજ તા.૧૩/૧૦/ર૦૧૭ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (Covid-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો Covid-19ની કાર્યવાહી કરવા અંકલેશ્વર GIDC પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
કોવીડ-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઇ તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઈ તથા પો.કો. નિલેશભાઇ નારસિંગભાઇ તથા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગી સિંહ પ્રતાપસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.