
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ, વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને પો.ઈન્સ શ્રી કે.ડી.મંડોરા તથા પો.સ.ઈ. એમ,આર, કોરીયા તથા સ્ટાફના માણસો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વાલીયા ચોકડી ઉપર એક બાળક રોડ ઉપર રડતું મળી આવતા તેના વાલી વારસ બાબતે અને કયાં જવું છે તે અંગે પુછતા બાળકે પોતાનું નામ ઓમ મુકેશભાઈ પંચાલ ઉ.વ.૮ રહે. નિશાળ ફળીયુ બોરભાઠાબેટ મક્તમપુર,ભરૂચનો હોવાનું જણાવતા બાળકને લઈને મક્તમપુર આવી તેના વારસદાર લક્ષ્મીબેનનો રૂબરૂમાં સંપર્ક કરતા આ બાળક ઘરેથી રમવા માટે નિકળેલ અને ફરતો ફરતો વાલીયા ચોકડી જતો રહેલ જે પોલીસની નજરમાં મળી આવતા તેને સહી સલામત તેના વાલી વારસને સોપતા તેઓને આનંદની લાગણી ઉદભવેલ અને બાળક તેની માતા લક્ષ્મીબેનને જોતા તેઓમાં લાગણી ભર્યા દ્રશ્યો તેમજ હર્ષના આંસુઓ આવી ગયેલ આમ એસ.ઓ.જી. પોલીસએ પોતાની કામગીરી ઉપરાંત રોડ ઉપર અનાથ બાળકો ઉપર પણ નજર રાખતી હોઈ એક સરાહનિય અને માનવતા ભર્યું કામ કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી:-
પો.ઈન્સ થી કે.ડી.મંડોર, પો.સ.ઇ.શ્રી એમ.આર.શકેરીયા, ક્રિપાલસિંહ ગણપતસિંહ, પો.કો.વિનોદભાઈ રણછોડભાઇ પો.કો.અશ્વીનભાઈ શંભુભાઈ