શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૫૫ મિ.મિ.વરસાદ.
રાજપીપલા,શનિવાર :- નર્મદા જિલ્લા માં તા.૪ થી જુલાઇ, ૨૦૨૦ ને શનિવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૫૫ મિ.મિ., અને સાગબારા તાલુકામાં-૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાનાં પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૮૭ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૪૭ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો- ૧૨૨ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૧૩ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો -૧૧૧ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લા ના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૧.૪૮ મીટર, કરજણ ડેમ- ૯૯.૮૭ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૫.૫૧ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લાનાં પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.