શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા એ પુર અસરગ્રસ્તોની મુલાકાત લીધી:
મોટા સુકાઆંબા ગામે પુર અસરગ્રસ્ત પરિવારોને ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી;
ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં પડેલા અતિ ભારે વરસાદને પગલે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસવાના તેમજ ઘરો તણાઈ જવાના બનાવો બન્યા છે. ચાર દિવસ સુધી પડેલા સતત વરસાદને પગલે લોકોની ઘર વખરી તેમજ જાનમાલનું ભારે નુકશાન થયું છે. ત્યારે દેડીયાપાડા તથા સાગબારા તાલુકાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા દ્વારા આ પુરમાં ભોગ બનેલા લોકોની મુલાકાત લેવામાં આવી હતીદેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામમાં તળાવ ફાટતા ૪ ઘરો સંપૂર્ણ તણાઇ ગયા હતા. અને ૧૨ જેટલા ઘરોનો ઘર વખરીનો સામાન તેમજ અન્ય સામાન સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો, તેમજ સાગબારા તાલુકાના ગામડાઓમાં પણ ઘણા ઘરો તેમજ જાનમાલનું વરસાદને કારણે ભારે નુકશાન થયું હતું. આ તમામની ધારાસભ્ય દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
તેમજ તાત્કાલિક તમામને તેમના દ્રારા બનતી સહાયની મદદ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ સરકાર દ્રારા ચુકવવામાં આવતી સહાય માટેની કામગીરી શરૂ કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી હતી. તેમજ દેડીયાપાડા ના મોટા સુકાઆંબા ગામે પુર અસરગ્રસ્ત પરિવારજનોને ધારાસભ્ય મહેશભાઇ વસાવા દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની આર્થિક સહાય કરવામાં આવી હતી. અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીનાં કાર્યકરો દ્વારા જીવન જરૂરિયાત ની ચીજ વસ્તઓ પરિવારજનો સુધી પહોચાડી મદદરૂપ બન્યા હતા.