
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેશ ચૌધરી
મૈયત માટે મફત ગુસલખાનુ દાતાઓ ના સહયોગ થી મોસાલી મુકામે તૈયાર કરવામમાં આવ્યું. સમાજમાં આ વસ્તુઓ ઉપયોગ માટે ફ્રી માં ખુલ્લી મુકવામાં આવી,
દરેક ધર્મના લોકો માટે ફ્રીમાં સાર્વજનિક વાતાનુકૂલિત શબપેટી ની પણ વ્યવસ્થા આ સ્થળ પર કરવામાં આવેલ છે આ વાતનુકૂલિન શબ પેટી મૈયત માટે પોતાના ઘરે પણ લઈ જઈ શકશે અને આ સાર્વજનિક છે જેનો કોઈ ચાર્જ નથી દરેક ધર્મ માટે છે,
માંગરોળ તાલુકાના મોસાલી મુકામે મોસાલી વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી મક્સુદભાઈ માંજરા (લાલભાઈ ), કાસીમજીભાઈ ના સહયોગ થી મૈયત માટે ગુસલખાનું કે જ્યાં બધી સુવિધાઓ સાથે ફ્રીમાં ગુસલ તેમજ સામાન આપવામાં આવશે, આ ઉપરાંત દરેક ધર્મના લોકો માટે ફ્રીમાં સાર્વજનિક વાતાનુકૂલિત (AC) શબપેટી ની પણ વ્યવસ્થા આ સ્થળ પર કરવામાં આવેલ છે, આ વાતનુકૂલિન શબ પેટી મૈયત માટે પોતાના ઘરે પણ લઈ જઈ શકશે અને આ સાર્વજનિક છે, જેનો કોઈ ચાર્જ નથી દરેક ધર્મ માટે છે, આ ગુસલ ઘર બનાવવા માટે જમીન યુસુફભાઈ કોલી તરફથી વકફ કરવામાં આવેલ છે જ્યારે બાંધકામ અને નિભાવ ખર્ચ ફારૂક ભાઈ બાવા, બાવા ફેમિલી તરફથી આપવામાં આવેલ છે જે બદલ મોસાલી વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી મકસુદ ભાઈ માંજરા (લાલભાઈ )કાસીમ જીભાઈ એ દાતાઓનો આભાર માનેલ છે શબપેટી, તેમજ ગુસલ માટે મકસુદભાઈ માંજરા મોબાઇલ,- 9427473786 કાસીમ જીભાઈ મોબાઈલ,- 9913702201 પર સંપર્ક કરવાનો રહેશે અત્રે નોંધવુ જરૂરી છે કે આ ટ્રસ્ટ દ્વારા ખૂબજ ટૂંકા સમયમાં મદ્રેસા, રાહતદરે મેડિકલ સ્ટોર્સ, ફ્રીમાં એમ્બ્યુલન્સ સેવા પણ ચલાવવામાં આવે છે.