મારું ગામ મારાં ન્યુઝ

મેડિયાસાગ પાસેથી રોયલ્ટી વગરની બ્લેક ટ્રેપ ભરેલી ત્રણ ટ્રકો ખાણખનીજ વિભાગે ઝડપી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

મેડિયાસાગ પાસેથી રોયલ્ટી વગરની બ્લેક ટ્રેપ ભરેલી ત્રણ ટ્રકો ખાણખનીજ વિભાગે ઝડપી:

સુરતના એક જ વેપારીની ત્રણેય ટ્રકો હોવાની માહિતી: 45 લાખ નો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી:

સર્જન વસાવા, ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મેડિયાસાગ ગામ પાસે નર્મદા ખાણખનીજ વિભાગ ની ટીમે ચેકિંગમાં કરતા ત્યાથી રોયલ્ટી વગરની બ્લેક ટ્રેપ ભરેલી ત્રણ ટ્રકો ઝડપી પાડી હતી, જેમાં સુરતના એક જ વેપારીની ત્રણેય ટ્રકો હોવાની માહિતી મળતા 45 લાખ ના મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

રેતી ખનન અને બ્લેક ટ્રેપ ની ચોરીની રાયલ્ટી વગર દોડતી ગાડીઓ ની માહિતી મળતા નર્મદા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી જે.કે.ગોર ની સૂચનાથી નર્મદા ખાણખનીજ વિભાગની ટીમ માઇન્સ સુપરવાઈઝર રવિ મોરી સાથે ચેકીંગ કરતા ડેડીયાપાડા સાગબારા રોડ પર મેડિયાસાગ ગામ પાસે થી ત્રણ ટ્રકો જતી હતી જેને અટકાવી પૂછપરછ કરતા તેમની પાસે કોઈ રોયલી ન હતી અને હાઇવા ટ્રક જેમાં કપચી ભરી તે સુરત તરફ જતી હતી ત્યારે આ ટ્રકોને અટકાવી ડ્રાઈવરો ની પુછરછ કરતા અને અને આર.સી.બુક જોતા સુરતના ચંપક પરમાર નામની આ ત્રણેય ટ્રકો હોવાનું જાણવા મળતા ખાણ ખનીજ વિભાગે ત્રણેય ટ્રકો ઝડપી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ટ્રકો સોંપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ બાબતે માઇન્સ સુપરવાઈઝર રવિ મોરીએ જણાવ્યું હતું કે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ગોર ની સૂચનાથી ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. તેમાં ડેડીયાપાડા રોડ પરથી ત્રણ હાઇવા ટ્રક ઝડપાઇ જે રોયલ્ટી વગરની જણાય આવી હતી જેમાં હાઇવા નંબર GJ.19 Y.7842 ની ટ્રક માં 32.885 મેટ્રિક ટન કપચી હતી. જયારે બીજી ટ્રક GJ.19 Y. 9997 માં 33.170 મેટ્રિક ટન કપચી હતી અને ત્રીજી ટ્રક GJ.19.Y 8142 નંબરની ટ્રક માં 31.380 મેટ્રિક ટન કપચી ભરેલી હતી. ટ્રકો સાથે કુલ 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના ચંપક પરમાર નામના વ્યક્તિની ની આ ટ્રકો હોવાનું હાલ પ્રાથમિક તપાસ માં માલુમ પડ્યું છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है