મારું ગામ મારાં ન્યુઝ

માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા પોષણ સુધા યોજના તાપી જિલ્લાના લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ :

શ્રોત :  ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સાફલ્ય ગાથા:

જેવું જમવાનું અમને ઘરે નથી મળતું તેનાથી વધુ સારી ગુણવત્તાનું જમવાનું અમને આંગણવાડીમાં મળે છે:-લાભાર્થી કલાબેન ગામીત

આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૪ જિલ્લામાં માતાઓ અને બાળકોના સ્વાથ્યની ચિંતા કરતા પોષણ સુધા યોજના શરૂ કરાઇ છે જે તાપી જિલ્લાના લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે,: 

તાપી જિલ્લામાં 7 આઇ.સી.ડી.એસ.ના ઘટકોના કૂલ-3849 સગર્ભા અને કૂલ-4638 ધાત્રી બહેનોને આવરી લઇ આપવામાં આવી રહ્યો છે પોષ્ટિક અને ગરમા ગરમ એક ટંકનો સંપૂર્ણ ભોજન: 

વ્યારા: બાળકોના યોગ્ય સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ થકી જ ઉન્નત ગુજરાતનું નિર્માણ કરી શકીશું. બાળકો આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. તેમનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી હોય તે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી છે. આ માટે બાળકની કાળજી ગર્ભમાં હોય ત્યારથી જ લેવી જરૂરી છે. 

 

 

ગર્ભમાં રહેલ બાળકના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ ખુબ જરૂરી છે. પોષણની ઊણપને પૂરી કરવા અને સમગ્ર ગુજરાતમાં કુપોષણ નિવારવા માટે રાજ્ય સરકારે સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે પોષણ યોજનાઓ શરૂ કરી છે. “પોષણ સુધા યોજના”નો પ્રારંભ ૧૮ જૂને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા ખાતેથી કરી હતી. વડાપ્રધાનશ્રી બાળકો પ્રત્યે ખુબ જ ખાસ વ્હાલ અને લાગણી ધરાવે છે. નવી શિક્ષા નીતિ હોય કે ઉજ્જ્વલા યોજના કે પોષણ સુધા યોજના તેમણે બહેનો અને બાળકોનો હંમેશા ખ્યાલ રાખ્યો છે. તેમણે આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૪ જિલ્લામાં બાળકોના સ્વાથ્યની ચિંતા કરતા “પોષણ સુધા યોજના” શરૂ કરાઈ છે. જેમાં ૮ હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ તેનો યથાયોગ્ય લાભ મેળવી રહ્યા છે. 

તાપી જિલ્લામાં આ યોજના હેઠળ 7 આઇ.સી.ડી.એસ.ના ઘટકોના કૂલ-3849 સગર્ભા અને કૂલ-4638 ધાત્રી બહેનોને આવરી લેવામાં આવ્યા છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના અંતરિયાળ ગામ મિરકોટની ધાત્રી માતા કલાબેન કમલેશભાઇ ગામીતે આ યોજના અંગે જણાવ્યું હતું કે, “જેવું જમવાનું અમને ઘરે નથી મળતું તેનાથી વધુ સારી ગુણવત્તાનું જમવાનું અમને આંગણવાડીમાં મળે છે. જમવાનું સારુ અને પોષણયુક્ત છે. જેનાથી મારા શરીર માટે અને મારી બાળકીના શરીર માટે ખુબ જ સારુ છે. જુલાઇ માસમાં મારી દિકરીનું વજન 3.50 કી.ગ્રા હતું આજે તેનું વજન 3.90 કી.ગ્રા છે. મારા જેવી ગરીબ મહિલાઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે. આ યોજનાથી અમને ગરમા ગરમ અને ભરપેટ ભોજન આપવામાં આવી રહ્યું છે. અમે અહિ જમીએ છીએ તેથી અમારા ઘર આટલુ જમવાનું બચે છે જેના કારણે પૈસા અને અનાજની બચત થાય છે. આંગણવાડીમાં જેટલું સારુ ભોજન મળે છે એટલું અમને અમારા ઘરે પણ નથી મળતું. જેથી અમે સૌ બહેનો આ યોજનાથી ખુબ ખુશ છીએ. અમે સરકાર તેમજ તાપી જિલ્લાના આઇ.સી.ડી.એસ વિભાગના આભારી છીએ.”

7 માસની સગર્ભા એલિશાબેન અરવિંદભાઇ ગામીત વધુ માહિતી આપતા જણાવે છે કે, “આંગણવાડી કેન્દ્ર દ્વારા અમને માતૃશક્તિ અને મીઠાના પેકેટ આપવામાં આવે છે. આ ઉપરાંત તેઓ અમારી સાથે કાઉન્સીલીંગ કરી જરૂરી સલાહો આપે છે. જેમાં ગર્ભવસ્થા દરમિયાન યોગ્ય ભોજન લેવા અંગે, હાલ ચોમાસામાં ઘરની આસપાસ ધીમે ધીમે ચાલવા થી લઇ કીચન ગાર્ડન બનાવવા અને સ્વચ્છતા જાળવવા જેવી બાબતો વિશે અમને જાગૃત કર્યા છે. આ સિવાય સમયાંતર વજન-ઉંચાઇ વગેરે માપી હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવે છે.” 

મીરકોટ આંગણવાડીના કાર્યકર બહેન પ્રિતી ગામીત જણાવે છે કે, “સગર્ભા અને સ્તનપાન કરાવતી બહેનો માટે પોષક તત્વોની જરૂરીયાતો વધી છે. ધાત્રી માતાને વધારાની 600 કેલરીની જરૂરિયાત દિવસ દરમિયાન રહે છે. જુલાઇ માસથી શરૂ કરેલ પોષણ સુધા યોજનામા બહેનો ઉત્સાહથી ભાગલીધો છે. તેઓ દરરોજ અહિ બપોરે જમવા આવે છે. અહિં દાળ, ભાત, શાક, રોટલી, કચુંબર મળી સંપુર્ણ આહાર આપવામાં આવે છે. જે ધાત્રી અને સગર્ભા સૌ બહેનો માટે ખુબજ ઉપયોગી અને જરૂરી છે. આ સાથે ફોલીક એસીડની દવા આપીએ છીએ અને આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને આરોગ્યલક્ષી તપાસ અને કાઉન્સિલીંગ પણ કરીએ છીએ જેમા બહેનો અમને પુરે પુરો સાથ આપે છે. 

સગર્ભા અને ધાત્રી બહેનોને વધુ કેલરી, પ્રોર્ટીન, જરૂરી પોષક તત્વોવાળો સંપુર્ણ આહાર મળે તે માટેની વ્યવસ્થા પોષણ સુધા યોજના હેઠળ કરવામાં આવી છે. જેમાં સગર્ભા બહેનોને અઠવાડિયામાં ૬ દિવસ આંગણવાડીમાં સુધ્ધ અને સાત્વિત પોષણથી ભરપુર ભોજન આપવામાં આવી રહ્યું છે. તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. અને એક તંદુરસ્ત બાળક થકી જ સારા સમાજનું ઘડતર શક્ય છે. દેશ નિરંતર પ્રગતિ સાધે તેવા ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલ આ યોજના અંબાજીથી લઇ ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટા સહિત તાપી જિલ્લા માટે ખુબજ ઉપયોગી અને કારગર સાબિત થઇ રહી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है