શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત નલિન ચૌધરી, માંગરોળ કરૂણેશ ચૌધરી
માંગરોળના લુવારા ગામે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ થયું, યોજાયેલા સમારંભમાં કોંગ્રેસ અગ્રણી જયચંદ વસાવા ભાજપમાં જોડાયા:
માંગરોળ તાલુકાના લુવારા ગામે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે યોજાયેલા એક સમારંભમાં કોંગ્રેસ અગ્રણી જયચંદ વસાવા ભાજપમાં જોડાતા મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ કેસરીયો ખેસ પહેરાવી તેમને પક્ષમાં આવકાર્યા હતા, લુવારા ગામે આદિવાસી ફળિયામાં રૂપિયા ૫૦ લાખના ખર્ચે વોક-વેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા દ્વારા કરાયું હતું તેમજ આંબેડકર આવાસ યોજના હેઠળ નિર્માણ કરાયેલા પાંચ જેટલા આવાસો લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ગ્રામજનો દ્વારા નિર્માણ કરાયેલા અંબાજી માતાના મંદિરમાં મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સહિતના આગેવાનોએ પૂજા-અર્ચના કરી નવનિર્મિત મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું, આ પ્રસંગે યોજાયેલા એક સમારંભમાં મંત્રીશ્રીએ રાજ્ય સરકાર અને તાલુકા જિલ્લા પંચાયત દ્વારા વિવિધ ગામોમાં કરાયેલા વિકાસ કામો આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી, ત્યારબાદ કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જયચંદ વસાવા ભાજપમાં જોડાતા મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ કેસરીયો ખેસ પહેરાવી તેમને ભાજપ પક્ષમાં આવકાર્યા હતા, પાંચ વર્ષ અગાઉ તેઓ માંગરોળ જિલ્લા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા, આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીદીપકભાઈ વસાવા,માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીત,તાલુકા પંચાયત સભ્યો નવીનભાઈ વસાવા,સાકીરભાઈ પટેલ,અંબુભાઈ પટેલ,સુરેન્દ્રસિંહ ખેર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.