શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
મનોરોગી મહીલાને પરીવારને સોંપતા મહિલા અભ્યમ્ વલસાડ ની ટીમ .
વલસાડ ઉદવાડા ખાતે થી એક મનોરોગી મહીલાને મદદ કરવાની ભાવનાથી એક મહિલાએ 181 મહિલા હેલ્પ લાઈન મા કોલ કર્યો હતો જેથી અભયમ રેસ્કયુ ટીમ વલસાડ સ્થળ પર પહોંચી ઘણા પ્રયત્ન બાદ તેમના પરિવાર ને સોંપવામાં આવ્યા હતા. પરિવાર પણ તેમને શોધતા હતાં જેઓ ને અભયમ દ્વારા સોંપણી થતાં તેઓ એ અભયમ ટીમ વલસાડ નો ખુબ આભાર માન્યો હતો.
મનોરોગી મહીલા ને પરિવારને શોધી સોંપવા અથવા સુરક્ષિત આશ્રય અપાવવો એ ઘણી કપરી કામગીરી છે છતાંય પણ અભયમ ટીમ માનસિક અસ્થિર મહિલાઓ ને મદદ પહોચાડી રહી છે.
સવાર થી ઘરે થી નિકળી ગયેલાં મહીલા ને શોધવા પરિવાર હેરાન થતો હતો જેને અભયમ ટીમ દ્વારા ઘણી જહેમત બાદ શોધી સુપ્રત કરતા પરીવારે હાશ ની લાગણી અનુભવી હતી.
અભયમ દ્વારા મહીલાને યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવાં અને કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો .