શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જીલ્લા તંત્ર અને માનનીય મંત્રી ગણપતસિંહ વસાવા આદિજાતિ વિકાસ, મહિલા અને બાળકલ્યાણ વિભાગના ઓ ની ઉપસ્થિતિમાં લાખોનાં વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું:
તાપી: જિલ્લાનાં નિઝર તાલુકામાં વિવિધ જગ્યા પર ખાત મુહૂર્ત કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત મંજુર થયેલ નિઝર તાલુકામાં બોરદા થી ધનોરા ૧.૧૦ કિ.મી લંબાઈનો રસ્તો રૂ.૨૨ લાખ, ભીલજાંબુલી ગુજ્જરપુર એપ્રોચ રોડ, ૩.૮૦ કિ.મી રૂ.૮૦ લાખ, રાયગઢ હનુમાન મંદિર થી પીંપરીપાડા રોડ ૧ કિ.મી રૂ.૩૫ લાખ, પીંપરીપાડા હનુમાન મંદિર થી જોઈનીંગ વેડાપાડા રોડ ૧ કિ.મી રૂ.૩૫ લાખ, સાયલા અને નવીભીલવાલી વચ્ચે કાબરા નદી પર બોક્ષ કલ્વર્ટ અને ડામર રસ્તાનું કામ ૦.૪૦ કિ.મી. રૂ.૫૦ લાખ તથા રૂમકી તળાવથી તાપીખડકલા ભાથીજી મંદિર સુધીનો રસ્તો ૧ કિ.મી રૂ.૩૫ લાખ મળી કુલ રૂ.૨૫૭ લાખના રસ્તાના કામોનું સબંધિત સ્થળ પર જઈને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે કલેક્ટર આર.જે હાલાણીએ જણાવ્યું હતુ કે, વિકાસના પંથે હરણફાળ ભરી રહેલ તાપી જિલ્લામાં નિઝર તાલુકાના સાયલા કલ્સ્ટરમાં આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ અંતરિયાળ ગામડાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો થઈ રહયા છે જે સૌના માટે આનંદનો અવસર છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહાસિંઘે સ્વાગત પ્રવચન કરતા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન યોજના અંતર્ગત હાથ ધરવામાં આવનાર કામોની જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પક્ષ પ્રમુખ ડો.જયરામભાઈ ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, કાર્યપાલક ઈજનેર પંચાયત આર.એમ પટેલ, નિઝર પ્રાંત અધિકારી દેસાઈ સહિત અન્ય અધિકારીઓ, આગેવાનો હાજર રહ્યા હતા.