શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
ડેડીયાપાડા મામલતદાર કચેરી ખાતે ભીલિસ્તાન ટાઇગર સેના દ્વારા આત્મનિર્ભર યોજના અંતગર્ત આદિવાસી ખેત મજૂરી અને બાંધકામ શ્રમિકોને આવાસ સમારકામમાં ખોટી રીતે સોગંદનામું કરાવવા બાબતે પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
આવેદન માં જણાવ્યા મુજબ વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ને કારણે રાજયની અર્થવ્યવસ્થા ઉપર વિપરીત અસર થયેલ છે. રાજયના વિકાસ ની ગતિ જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્રારા રૂ.૧૪૦૨૨.૨૬ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવેલ છે. રાજ્યના આદિવાસી ખેત મજૂરો કે આદિવાસી બાંધકામ શ્રમિકો પોતાના વતન માં થી અન્ય જિલ્લામાં રોજગારી મેળવવા માટે જાય છે. આવા લાભાર્થીઓ કે જેઓ પોતાનાં વતનમાં આવાસ ધરાવે છે. તેઓને આવાસમાં જરૂરી સમારકામ વિસ્તરણ માટે લાભાથદીઠ રૂ.૩૫,૦૦૦ આવાસ સબસિડી મંજુર કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. રૂ.૩૫૦ કરોડની ફાળવણી આત્મનિર્ભર પેકેજ ના ભાગરૂપે મંજૂર કરવામાં આવી છે. આ યોજનાની ગાઈડલાઈન મુજબ
(૧) લાભાર્થી અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
(૨) લાભાર્થી પોતાના વતનમાં પોતાની માલિકીનું મકાન ધરાવતા લેવા જોઈએ.
(3) આદિવાસી મજુર બીજા જિલ્લામાં મજુરી કામ કરવા જતા હોવા જોઈએ.
(૪) લાભાર્થી ખેતમજુર હોય તે અંગે તલાટી – કમ-મંત્રી, સરપંચનો દાખલો રજુ કરવો.
(૫) જો લાભાર્થી બાંધકામ શ્રમિક હૉય તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલ હોવા જોઈએ. તેવો સ્પષ્ટ ઉલ્લેખ હૈવા છતા પ્રશાસન દ્વારા જ પોતાના ઘરના નિયમો બનાવવામાં આવ્યા છે. અને અમુક ચોક્કસ લોકોને ફાયદો કરાવવા માટે આદિવાસી ખેતમજુરી ને ખોટા પુરાવા અને સોંગદનામાં કરાવવામાં આવે છે.આ યોજના ની ગાઈડલાઈન માં પાંચ પાત્રતાના ધોરણ નક્કી કરવામાં આવેલ છે.
લોકડાઉનમાં અને અતિવૃષ્ટિ ના કારણે વિકટ પરિસ્થિતિમાં પસાર થઈ રહેલા ખેતમજુરોને પ્રશાસન દ્વારા આવા સમયે ખોટા ખર્ચ કરવામાં આવે છે, જે એક ગંભીર બાબત છે. જેની તાત્કાલીક ધોરણે તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે આવેદન આપવા માં આવ્યું હતું.