મારું ગામ મારાં ન્યુઝ

ભરૂચનાં આત્મીય હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લાની કારોબારી બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી

ભરૂચનાં આત્મીય હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લાની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું, 

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તથા જિલ્લાના હોદેદારો, પાર્ટીના મહાનુભાવો તથા કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં આત્મીય હોલ, ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાની કારોબારી બેઠક યોજવામાં આવી હતી.

આ કારોબારી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના હોદેદારો તથા કાર્યકર્તાઓને આગામી ગ્રામ પંચાયતની ચુંટણીમાં દરેક ગ્રામ પંચાયતના નાણાપંચના નાણાંનો સીધો લાભ દરેક ગ્રામ પંચાયતને મળે અને દરેક ગ્રામ પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને તે માટેના પ્રયત્નો કરવા તથા આદિજાતી અંગેના પ્રમાણપત્રો દરેક લોકોને સરળતાથી મળી રહે તે માટે પાર્ટીના દરેક આગેવાનોને મદદરૂપ બનવા અપીલ કરવામાં આવી હતી તથા દરેક લોકોને પોતાના મત વિસ્તારના દરેક બુથ પેજ કમિટીના સભ્ય સુધી ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી તથા સરકારે કરેલા વિવિધ પ્રજાલક્ષી કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ કારોબારી બેઠકમાં ભરૂચ નાં સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, ભરૂચ જિલ્લા પ્રભારીશ્રી તથા પ્રદેશ ઉપપ્રમુખશ્રી જનકભાઈ બગદાણા, ગુજરાત વિધાન સભાના નાયબ દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, ઘારાસભ્યશ્રી અરૂણસિંહ રણા તથા શ્રી.ઈશ્વરભાઈ પટેલ, માજી. પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર, જીલ્લા મહામંત્રીશ્રીઓ તથા પાર્ટીના તમામ હોદેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है