
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
સમગ્ર દક્ષીણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ વાંસદા પંથકમાં વટે માર્ગુઓનાં, રાહદારીઓની ચિંતામાં વધારો કરી ધીધો છે, ત્યારે દક્ષિણ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં વિકાસની પોલ ખોલી નાંખી છે, કયારે….કયાં…રસ્તામાં અચાનક ભૂવો કે ખાડો આવી જાય તો ?
નવસારી જીલ્લાનાં વાંસદા તાલુકાના શિગાડ ગામ થી આગલધરા ગામ ને જોડતો કોઝવે વરસાદનાં પુરમાં ધોવાયો પડી ગયા ગાબડાં: જાગરૂકતા દાખવી લોકોએ કોઈ અકસ્માતને ન ભેટે માટે ચલાઉ પથ્થરો મુકાયા:
વાંસદા તાલુકાના શિગાડ થી આગલધરા ને જોડતો કોઝવેમા ગાબડું પડવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સાથે હાલાકી વેઠવાની નોબત ઊભી થવા પામી છે,
મળતી માહિતી મુજબ વાંસદા તાલુકામાં આવેલ શિગાડ થી આગલધરા જોડતો માર્ગ ઉપર આવેલ કોઝવેમાં ગાબડું પડવાથી વાહન ચાલકો ને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, હાલ કોરોના મહામારીનો ભય ઓછો થયો નથી તે વચ્ચે ચોમાસામાં નદીમાં પુરએ મુસાફરોની મુશ્કેલીઓ વધારી: રસ્તા અને કોઝવેનાં ભૂવાઓ વાહન ચાલકોને અંદાજો ન રહે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના નકારી શકાતી નથી! જેથી વાંસદા વહીવટ તંત્ર વહેલી તકે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં આ કોઝવે પર પડેલ ગાબડું અંગે જરૂરી દિશા સૂચક બોર્ડ લગાવી મરામતની કામગીરી હાથ ધરે તે ઇચ્છનીય છે.