શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત નલિન ચૌધરી
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ રેન્જમાં આવતા બણબા ડુંગરને ૧૮ ઓક્ટોબરના રોજ લોકડાઉન બાદ ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. માંગરોળ તાલુકાના રટોટી,ઓગણીસા અને સણધરા ગામની હદમાં બણબો ડુંગર આવેલો છે. આ ડુંગર પર બણબા દેવનુ મંદિર બનાવવામાં આવ્યું છે. આજુબાજુના ગામના આદિવાસી ખેડૂતો ખેતરનો પ્રથમ પાક અહીં ચઢાવવા આવતા હોય છે ત્યારબાદ જે તે પાકને ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ રાજ્યમાં કોરોનાનો કહેર વધતા પર્યાવરણ પ્રવાસન કેન્દ્ર બંધ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો. પરંતુ હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે.
ત્યારે આજ રોજ દશેરાના દિવસે અહીયાં વર્ષોથી મેળો ભરાતો હોય છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા અને મેળાની મજા માણવા લોકો આવતા હોય છે. ત્યારે આજરોજ બણબાદેવના દર્શન કરવા લોકો આવી પહોચ્યાં હતાં.સાંજ સુધી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન કર્યા હતાં.જો કે આ વર્ષે મેળા માટે છુટ અપાઇ ન હતી જેના કારણે દુકાનો ખોલવામાં આવી ન હતી જેથી યાત્રાળુઓમા થોડી નારાજગી જોવા મળી હતી.પરિસરનાં બગીચાને બંધ રાખવામાં આવ્યો હતો.
આ વર્ષે કોરોનાના કારણે લોકોની સંખ્યા ઓછી જોવા મળશે એવું લાગી રહ્યુ હતું પરંતુ લોકોએ ઉત્સાહભેર આવીને બણબાદેવના દર્શન કર્યા હતાં અને સાંજ સુધી શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળી હતી.