શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ માંડવી કરુણેશ ચૌધરી
સુરત જીલ્લાના માંડવી તાલુકાના ફેદરીયા ચોકડીથી સોનગઢ જવાના મુખ્ય માર્ગ ઉપર મોસમોટા ખાડાઓ પડ્યા.
માંડવી તાલુકાના મોટાભાગના રસ્તાઓની હાલત ખરાબ હોવાને કારણે વાહનચાલકો માટે ખાડાઓ જોખમી બને અને અકસ્માત થવાનો ભય રહે તે બાબતને ધ્યાનમાં રાખીને તાકીદે રસ્તાઓની મરામત કરાવવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે છતાં આજદિન સુધી લોકોની રજુઆતને ધ્યાને લેવામાં આવ્યું નથી.
માંડવી થી અરેઠ તડકેશ્વર બધાં જેવા ગામોમાં જતાં રસ્તાઓ ઉપર પણ મસમોટા ખાડાઓ જોવા મળે છે ઉપરાંત માંડવી તાલુકામાં આવેલ ફેદરીયા ચોકડીથી પીપલવાડા જતો રસ્તો સોનગઢ ઉકાઈને જોડતા મુખ્ય માર્ગ છે આ માર્ગની હાલત પણ અત્યંત બિસમાર છે ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે આ માર્ગ જોખમી તેમજ ઘાતક પુરવાર થઈ શકે તેમ છે માંડવી તાલુકામાં ઘણા ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખાડાઓ પડવાને કારણે વાહનચાલકો માટે જોખમી સાબિત થઇ શકે છે માંડવી તાલુકામાં જ્યાં મસમોટા ખાડાઓ પડેલા છે ત્યાં તંત્ર દ્વારા તાકીદે મરામત કરાવે એવી માંગ લોકો દ્રારા કરવામાં આવી રહી છે છતાં સરકાર હજુ સુધી ઉંઘમાં જ છે. હવે જાણવાનું એ રહ્યું છે કે સરકાર લોકોની માંગ પૂરી કરે છે કે પછી કોન્ટ્રાક્ટ ના પેટનાં ખાંડા પુરે છે.