
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધી આત્મનિર્ભર ભારત યોજના હેઠળ શેરી ફેરિયાઓને લોન અપાશે..
તાપી, વ્યારા: તા.૧૭- પીએમ સ્વનિધી આત્મ નિર્ભર ભારત યોજના હેઠળ તમામ શેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ તરીકે લોન આપવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે. લોનનો સમયગાળો: ૧૨ મહિના (૧ વર્ષ ) માટે લોન રકમ : ૧૦,૦૦૦/ આપવામાં આવશે. જેમાં લોન હપ્તા : ૯૪૫ / ૯૪૬ /- (અંદાજીત) કુલ ભરવાની થતી રકમ : ૧૧૩૪૯/- (અંદાજીત) સબસીડી (૭ %): ૪૦૨/- (૬ થી ૫૮ રૂપિયા માસિક) (અંદાજીત) કેશબેક ઇન્સે ન્ટિવ : ૧૨૦૦ /- (માસિક ૧૦૦ /-) આ યોજના હેઠળ “પ્રત્યેક ડિજીટલ નાણાંકિય લેવડ-દેવડ રૂ.૨૫/- કે તેથી વધુ એવી કુલ ૨૦૦ નાણાંકિય લેવડ-દેવડ પર પ્રતિ માસ રૂ.૧૦૦/- કેશબેક મળવા પાત્ર છે. પરત મળવાપાત્ર સહાય રકમ : ૧૬૦૨/- (અંદાજીત) વધારાની ભરવાની થતી રકમ : ૧૩૪૯ /- (અંદાજીત) બચત રકમ : ૨૫૩/- (અંદાજીત) જેથી તમામ શેરી ફેરિયા જેમની લોન માટેની અરજી બાકી છે તેમને સત્વરે જન સુવિધા કેન્દ્ર/વ્યારા નગરપાલિકા પર જઈને (૧) બેંક પાસબુક, (૨) આધારકાર્ડ (૩) ચુંટણીકાર્ડ, (૪) રેશનકાર્ડ (૫) જે વ્યવસાય કરતા હોય તેનો ફોટો સાથે રાખી ફોર્મ ભરવા માટે આવવાનું રહેશે.
વધુ માહિતી માટે મો: ૭૦૬૯૯૪૭૪૭૭ / ૮૨૦૦૯૩૦૬૫૪ અત્યારે જ કોલ કરવા વ્યારા નગરપાલિકા ના ચીફ ઓફિસરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.