શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પ્રોજેકટ સુપોષણ અંતર્ગત કિશોરીઓ માટે વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો:
જે કે પેપર (સ્પર્શ સોશિયલ ફાઉંડેશન) દ્વારા આજ રોજ પ્રોજેકટ સુપોષણ અંતર્ગત “સહી પોષણ દેશ રોશન” વાનગી હરીફાઈ નિદર્શન કાર્યક્રમ ગુણસદા ગામની આંગણવાડી કેન્દ્રો 1 પર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં આંગણવાડી વર્કર બહેનો એ કિશોરીઓને સરકાર તરફથી આપવામાં આવતો આહાર પૂર્ણ શક્તિ (THR) માથી પૂરક આહાર ઉમેરીને વિવિધ વાનગીઓ બનાવવાની રીત શીખવવામાં આવી હતી. ત્યારબાદ સ્પર્શ સોશિયલ ફાઉંડેશન (જેકે પેપર) ના મેડિકલ ઓફિસર ડૉ.તુષાર તલાવિયા દ્વારા કિશોરીઓ ને પોષણ તથા આરોગ્ય વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
જેમાં આહાર માથી મળતા પોષક તત્વો તેમજ હેમોગ્લોબિન અને લોહતત્વો ની ગોળીઓના ફાયદા –ગેરફાયદા વિષે માહિત આપવામાં આવેલ હતી.
આ કાર્યોક્રમ માં જેકે સીએસઆર ના વડા શ્રી મધુકર વર્મા હાજર રહી પ્રોજેકટ સુપોષણ વિષે માહિતગાર કર્યા હતા.
કાર્યોક્રમ ના અંતે જે કે પેપર (સ્પર્શ સોશિયલ ફાઉંડેશન) દ્વારા કિશોરીઓ ને પ્રોત્સાહક ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગામ ના આંગણવાડી વર્કર/સહાયક બહેનો અને પ્રોજેકટ સુપોષણ ના ફીલ્ડ સ્ટાફ એ ખૂબ જહમત ઉઠાવી હતી. આજ ના સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિગ્નેશ ગામિત (જે.કે. CSR) દ્વારા કરવામાં આવ્યું હતું.