શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દાભવણ ગામે વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત પ્રાયોજના વહીવટદારની કચેરી, રાજપીપળા પ્રેરિત અમલીકરણ સંસ્થા આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા કોરોનાં જન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો;
ડેડીયાપાડાનાં દાભવણ ગામે વન બંધુ કલ્યાણ યોજના પ્રાયોજના વહીવટદારની કચેરી, રાજપીપળા પ્રેરિત અમલીકરણ સંસ્થા આદિવાસી જન સેવા ટ્રસ્ટ , પલસી દ્વારા કોરોનાં જન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં NPWF સંસ્થામાં ભરત એસ. તડવી સાથે શાળાના મુખ્ય શિક્ષકશ્રી સાથે સ્થાનિક આરોગ્ય કર્મચારી, સ્થાનિક યુવા સામાજીક કાર્યકર કમલેશભાઇ તડવી તથા હરેશભાઈ તડવી સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.
દાભવણ ગામનાં ભાઈઓ બહેનો ને રોજિંદા જીવનમાં આરોગ્ય નું જરુરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યા હતું સાથે હાલ ચાલી રહેલી કોરોના મહામાંરી અંગે ની પૂરતી સાવચેતી સાથે સરકારશ્રી ની ગાઈડ લાઈન અંગે માહીતિ આપી વેક્સિનનાં ડોઝ નું માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું, સાથે ચાલી રહેલ કમોસમી વાતાવરણ બદલવાથી સામાન્ય બીમારીઓ થતી હોય એ દરમ્યાન Covid 19 નાં લક્ષણો જેવાં કે માથું દુખવું, તાવ આવવો, ચામડી માં ગૂમડાં પડવા, શરદી ઉધરસ આવવી જેવી અસરો દેખાઈ તો તેને સામાન્ય રીતે નિવારણ માટે સંસયી વટી નામ ની 4 દિવસીય ગોળીઓ અને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું , સાથે ભરતભાઈ તડવી એ નારી શક્તિ અંતર્ગત મહીલા બહેનોએ પ્રાથમિક આરોગ્યને લઈને વિશેષ સભાનતા કેળવવી જોઈએ જેથી એમનાં થકી નાના બાળકો અને ઘર પરિવારમાં એક સ્વચ્છતા જળવાઈ રહે, એ અંગે વિસ્તાર થી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં શાળાનાં શિક્ષક શ્રી અર્જુનભાઈ વસાવા દ્વારા આદિવાસી જન સેવા ટ્રસ્ટ, પલસી નો આભાર વ્યકત કરી વિદ્યાર્થીઓ ને અલ્પાહાર કરાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.