શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રાથમિક શાળા મૌઝામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી:
નેત્રંગની પ્રાથમિક શાળા મૌઝામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
21મી જૂનના દિવસને દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને યોગથી થતા ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે યોગ એ માનસિક શારીરિક તેમજ આધ્યાત્મિક અભ્યાસ છે યોગ એટલે જોડવું યોગ્ય ના નિયમિત અભ્યાસ દ્વારા શરીર અને મનના જોડાણ દ્વારા આધ્યાત્મિક સંવાદિતા લાવી શકાય છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી તારીખ 17-06-2023 થી શરૂ કરવામાં આવી જેમાં પ્રથમ દિવસે ગામમાં યોગ વિશે જાગૃતિની રેલી કાઢવામાં આવી, બીજા દિવસે શાળામાં શિક્ષક દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ યોગ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે તથા યોગના ફાયદા વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી ત્રીજા દિવસે યોગ વિષય પર શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. તારીખ:21-06-2023 ના રોજ સવારે 7:30 કલાકે શાળાના મેદાનમાં શાળાના શિક્ષકશ્રી દિવ્યેશભાઈ દ્વારા શાળાના બાળકો, શિક્ષકો, ગામના વડીલો અને યુવાનોની હાજરીમાં વિવિધ આસનો કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
પત્રકાર સર્જન વસાવા, દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ