શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટી વિસ્તાર માં સિંચાઈની સમસ્યાને લઈને પાઠવાયું આવેદન;
તારીખ 18 ઓકટોબર સોમવારના રોજ ગુજરાતના રાજ્ય પાલ , મુખ્ય મંત્રીને સંબોધીને પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં નર્મદા સરોવર ડેમ તથા ઉકાઈ તાપી ડેમ માંથી નહેર મારફતે પાણીની સગવડ ઉભી કરવામાં આવે તેવી આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.
આ બન્ને તાલુકાની નજીક ડેમો આવેલા છે, પરંતુ બંને તાલુકા ના ખેડૂતો સિંચાઇ માટે વલખા મારી રહ્યા છે, ઉનાળા દરમ્યાન ભૂગર્ભ જળના સ્તર નીચા જતા ઉનાળાની ઋતુમાં બોર-કુવા ના સુકાઈ જાય છે, જેમાં ખેતીના પાકોને નુકશાન થતું હોય છે,
સરકાર પાસે તેમણે આ સમસ્યાનો તત્કાલ નિકાલ લાવવા વિનંતી કરી છે, પરંતુ આ સમસ્યાનો આવનાર દિવસમાં નિકાલ નહિ આવે તો આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં ‘સહી ઝુંબેશ’ ચલાવશે અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરશે તેમ પણ જણાવ્યું હતું.