શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ કમલેશ ગાંવિત વાંસદા
પીપલખેડ ગ્રામ પંચાયત ખાતે દેશ વ્યાપી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો:
પીપલખેડ તા. વાંસદા, જી. નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં દેશવાસીને સ્વચ્છતા અંગેનું આહવાન કર્યું હતું. ત્યારે સમગ્ર દેશમાં લોકોએ સહર્ષ સ્વીકારી આ ઝુંભેશને ઉપાડી લીધી. આ વખતે ગાંધીજયંતિની ઉજવણી પૂર્વે વડાપ્રધાશ્રીએ ફરી એકવાર દેશના લોકોને સ્વચ્છતા માટે એક દિવસ એક કલાક -એક સાથે થીમ અંતર્ગત શ્રમદાનની અપીલના ભાગરૂપે પીપલખેડ ગ્રામપંચાયત ખાતે ગામના નાગરિકો દ્વારા સામુહિક સફાઈ કરવામાં આવી.
આ કાર્યક્રમની મુખ્ય બાબત એ રહી કે ગામમાં સ્વચ્છતા હી સેવાના સંદર્ભે 1લી ઓક્ટોબરે એક તારીખ, એક કલાક, એક સાથે સમગ્ર ગામવાસીઓ એ શ્રમદાન માં ભાગ લીધો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી ઉપ પ્રમુખશ્રી દશરથભાઈ ભોયા, જિલ્લા સંગઠનના મહામંત્રી શ્રી ગણપતભાઈ માહલા, મહેશભાઈ ભોયા, કમલેશભાઈ માહલા, રમેશભાઈ પટેલ, નરસિંહભાઈ ગાયકવાડ, દીપકભાઈ, કાંતિભાઈ, આંગણવાડીના બહેનો, આરોગ્ય વિભાગના કર્મચારી મિત્રો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આ અભિયાનને સફળ બનાવ્યો હતો.