બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

પરીવહન યોજના અંતર્ગત સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર તા: ૨૫ ડિસેમ્બર સુધી અરજી કરી શકશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર 

તાપી જીલ્લાના ખેડુતો કિસાન પરીવહન યોજના અંતર્ગત સહાય મેળવવા માંગતા હોય તેવા દરેક ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર તા: ૨૫ ડિસેમ્બર સુધી અરજી કરી શકશે:

વ્યારા:- તાપી જીલ્લાના ખેડુત મિત્રો હવે કિસાન પરીવહન યોજના અંતર્ગત સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર તા.૨૫.૧૨.૨૦૨૦ સુધી નવી અરજીઓ કરી શકશે. કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મિડિયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના અંતર્ગત નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦ બે માંથી ઓછુ હોય તે અને સામાન્ય/અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦ બે માંથી ઓછુ હોય તે મુજબની સહાય મળવાપાત્ર છે.
ઉપરોક્ત તમામ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે ૭/૧૨, ૮અ , બેંક ખાતુ અધારકાર્ડ સાથે લીંક કરાવેલ હોય તેવી બેંક પાસબુકની નકલ IFSC CODE સાથે, આધારકાર્ડની નકલ, જેવા સાધનિક કાગળો જરૂરી છે.આપની ગ્રામ પંચાયતમાં જઈને આપની પંચાયતનાં  VCE કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ઓનલાઈન અરજી કરીને, લાગુ પડતા ખેતીવાડીના ગ્રામસેવકને અરજી કર્યાના દિન-૭માં જરૂરી પુરાવા સાથે અરજી જમા કરાવવાની રહેશે.

વધુમાં અગાઉ જે ખેડુતને ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી કરવા પુર્વ મંજુરી આપવામાં આવેલ છે તે લાભાર્થીઓની ખરીદીની સમયમર્યાદા તા:૧૫-૦૧-૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે તો તે મુજબ સાધનની ખરીદી કરવાની રહેશે, તેમ તાપી  જિલ્લા ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है