મારું ગામ મારાં ન્યુઝ

ન્યાયયાત્રા અંતર્ગત વિવિધ ગામોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ઘરે-ઘર મુલાકાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા

કોવિડ ૧૯ ન્યાયયાત્રા અંતર્ગત વિવિધ ગામોમાં  ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, એક તરફ સરકાર દાવાઓ કરી રહી છે, ક્વ ઓક્ષિજન ની કમી વગર એક પણ મરણ થયું નથી પણ જમીની હકીકત કાંઇક જુદીજ છે, માટે ગુજરાત કોંગ્રેસ લોકોના ઘરે ઘરે જઈ કોરોના કાળમાં પીડિત પરિવારોને મળીને શક્ય એટલી મદદ અપાવવાનું અને સરકાર સામે આકડા લાવવાનું કામ કરી રહી છે, ત્યારે ઉમરપાડા વિસ્તારમાં પણ આ કામ કરવામાં આવી રહ્યું છે, અને સરકાર ને મદદ માટે માંગ કરવામાં આવી રહી છે, 

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમતિની સૂચના અનુસાર ઉમરપાડા તાલુકાનું કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશ વસાવાની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ ઉમરપાડા તાલુકાના વેંજાલી, ઊંચવણ, જૂના ઉમરપાડા, શરદા, ચવડા, ચારણી, સરવણ ફોકડી, કાલીજામણ, કેવડી, ગોવટ, ઉમરગોટ, પીનપુર, ચોખવાડા, બિલવણ વગેરે ગામોમાં કોરોના ની મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારોજનોની મુલાકાત કરી સાત્વનાં પાઠવી પરિવારજનોને કોવીડ ન્યાયપત્રનું ફોર્મ ભરી આપી, દેશ વ્યાપી રોગચાળા (pandemic act) હેઠળ સરકાર પાસે સહાય પેટે રૂપિયા ૪,૦૦,૦૦૦/- લાખના વળતરની માંગણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં હરીશભાઈ, હિતેષ પટેલ, હિમ્મતભાઈ વસાવા, ધારાસિંહ, ભૂપેન્દ્રભાઈ, અશોકભાઈ, નટવરભાઈ, મૂળજીભાઈ, રામસિંગભાઈ સહીત અન્ય  કાર્યકર ગણ  ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है