
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
બરડીપાડા થી આહવા (નેશનલ હાઇવે)નું રીપેરીંગ કામ અને મહાલ થી સુબીર રસ્તો નવીનીકરણ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું.
ડાંગ : રસ્તાઓના નવીનીકરણ અને રીપેરીંગ બાબતે જિલ્લાના સામાજિક કાર્યકર્તા (ગિરીશ ગીરજલી) એ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખરાબ રસ્તાઓનું તાત્કાલિક રીપેરીંગ અને નવીનીકરણ માટે માંગણી કરી.
અકસ્માત ને નોતરું આપતાં એવાં માર્ગો યોગ્ય સમયે રીપેરીંગ થાય તેવી લોકમાંગ ઉઠી… ચોમાસું તો પતી ગયું અને શિયાળો પણ પૂરો થવા આવ્યો છે તેમ છતાં પણ ડાંગમાં ચોમાસું દરમ્યાન ધોવાણ થયેલ રસ્તાઓનું અત્યાર સુધી રીપેરીંગ કરવામાં આવ્યા નથી. તેથી રાહદારીઓને અને જિલ્લાની જનતા ખૂબજ પરેશાન થઈ જવાં પામી છે.
નોંધ :- (૧) મહાલ પૂર્ણાં નદીનો પુલ ખૂબજ બિસ્માર હાલતમાં પુલમાં આરપાર હોલ પડી ગયેલ હોય તેમ છતાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર, રોડ મકાન વિભાગ ભર નિંદ્રામાં..! મોરબીની ઘટના ડાંગના આ પુલ ઉપર નં બંને તે માટે જિલ્લા બાંધકામ વિભાગ અને વહીવટીતંત્ર એ તાત્કાલિક આ મહાલ પૂર્ણાં નદીનો પુલનું રીપેરીંગ કામ કરવું પડશે.
(¡¡). ધૂલદા ફાટક પાસેનું ધોવાણ પણ જીવલેણ સાબિત થઈ શકે છે (૪ ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે )
(¡¡¡). સાવરદાકસાડ પૂર્ણાં નદી કિનરે રસ્તો અને સંરક્ષણ દીવાલનું ધોવાણ.
(૨). મહાલ થી સુબીર નો રસ્તો હાલમાં ધૂળડમરીના કારણે અવરજવર કરતાં લોકોનું સ્વાસ્થ્ય બગાડી રહ્યો છે. માટે આ રસ્તાનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે સુબીર ડાંગ જિલ્લાનો એક તાલુકો છે અને તાલુકા લેવલ નું કોઈ પણ કામ બાબતે સુબીર જવુંજ પડે છે સાથે સુબીર એક ધાર્મિક સ્થળ પણ હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ રસ્તે આવે છે. તેમ છતાં પણ રોડ અને મકાન વિભાગ કેમ રસ્તાને નવીનીકરણ કરવાની કામગીરી કરતાં નથી તે સમજાતું નથી.
આ બન્ને રસ્તાઓ ઉપર કોઈને પણ જાનહાની નં નડે તે માટે સરકારી તંત્ર વહેલી તકે કામગીરી શરૂ કરે તે જરૂરી છે.