શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના બિલોઠી ગામે (ફૂલવાડી – કેવડી) રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરત જિલ્લાના માંડવી ગામે રહેતા બામનીયા સુરજીભાઈ કોટવાળીયા પોતાની મોટર સાઈકલ નંબર GJ.19, AP 3979 લઈને પોતાની દીકરી મીનાબેન અને પૌત્રી સંધ્યાબેન , શીતલબેનને લેવા માટે દેડીયાપાડા તાલુકાના નાના સુકાઆંબા ગામે ગયા હતા, ત્યાંથી સાંજે પરત ફરતી વેળા એ નેત્રંગ તાલુકાના બિલોઠી- (પાટીખેડા)રોડ પર ગ્રામ પંચાયત ઓફિસની પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સામેથી આવતી મોટર સાઈકલ GJ.16, CL 6040 નાં ચાલકે ટક્કર મારતાં, બંને બાઈક ચાલકો ફેંકાઈ ગયા હતા, અને તમામને નાની મોટી ઈજાઓ પોહચી હતી, અને પાંચ વર્ષીય શીતલબેન રાજુભાઈ વસાવા ,નાના સુકાઆંબાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન માસુમ બાળકી શીતલનું મોત થતાં પરિવારમાં અને ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો, જ્યારે બીજી બાજુ નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.