મારું ગામ મારાં ન્યુઝ

નેચરલ ફાર્મિંગ અંગે નેશનલ કોન્ક્લેવ કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતમાં યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

“પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડેલા ધાન્ય, શાકભાજી તથા ફળોની દેશ વિદેશમાં ખુબ માંગ છે:”-ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા

“આપણા જિલ્લા માટે ગર્વની બાબત છે કે છેલ્લા ૧ વર્ષથી ૧૪૦૦થી વધુ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે‌:”- કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા

પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૨૧:

તાપી જિલ્લામાં “એગ્રો એન્ડ ફુડ પ્રોસેસિંગ:

સહકારના નવા યુગનો પ્રારંભ” કાર્યક્ર્મ યોજાયો:

વ્યારા-તાપી : આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ અંતર્ગત નેચરલ ફાર્મિંગ અંગે નેશનલ કોન્ક્લેવ કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતમાં યોજાયો હતો. આ કાર્યક્ર્મ હેઠળ તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે “એગ્રો એન્ડ ફુડ પ્રોસેસિંગ: સહકારના નવા યુગનો પ્રારંભ” કાર્યક્ર્મનું આયોજન વ્યારાના ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. આપના વડવાઓ પ્રાકૃતિક ખેતી કરી સ્વસ્થ જીવન જીવી ૧૦૦ વર્ષના થયા. આપણે સૌએ આધુનિકતાની દોડમાં રસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરતા જમીનની ફળદ્રુપતા, આપણુ સ્વાસ્થય બન્ને ગુમાવ્યું છે. રસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગને કારણે કેન્સર જેવી ગંભીર બીમારીઓ સમાજમાં ઘર કરી ગઇ છે. આજે આપણે સૌએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂરિયાત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદી જ્યારે દેશને આત્મનિર્ભર બનાવવાનો અને ખેડૂતોની આવક બમણી થાય તેવા સંકલ્પબધ્ધ છે ત્યારે આપણે સૌએ ઉત્સાહભેર પ્રાકૃતિક ખેતી અપનાવી આપણી ધરતીને ઉપજાવ બનાવવી જોઇએ. અંતે તેમણે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડેલા ધાન્ય, શાકભાજી તથા ફળોની દેશ વિદેશમાં ખુબ માંગ છે એમ જણાવી લોકોને પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલન કરવા પણ અપીલ કરી હતી.

કાર્યક્રમમાં ઇંચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આપણા જિલ્લા માટે ગર્વની બાબત છે કે, છેલ્લા ૧ વર્ષથી ૧૪૦૦થી વધુ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ અલગ અલગ પાક્નું ખુબ જ સારુ ઉત્પાદન કરી સારી આવક મેળવી જિલ્લામાં અન્ય માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. તાપી જિલ્લો કુદરતી સંપદા ધરાવતો જિલ્લો છે અહીં ફળદ્રુપ અને નૈસર્ગિક રીતે ઉચ્ચ કક્ષાની જમીન છે. પિયત લાયક જમીનની ટકાવારી ૫૬ ટકા છે જે પ્રાકૃતિક ખેતી માટે ઉત્તમ છે. જેનો ઉપયોગ સૌ ખેડૂત ભાઇ-બહેનોએ કરવો જોઇએ. એમ કહી તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાવા પ્રોત્સાહિત કર્યા હતા.  

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતે સૌને આવકારી પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા ખેત ખર્ચમાં મહત્તમ ઘટાડો કરી આવક બમણી કરી શકાય એમ કહી સૌ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી જ કરવાનો ખાસ આગ્રહ કર્યો હતો. કાર્યક્ર્મને અંતે આભર દર્શન ધનશ્યામભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમમાં તાપી જિલ્લાના અંદાજે 1000 ખેડૂતોએ આણંદ ખાતે આ live કાર્યક્રમ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃત્તિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શનને નિહાળ્યું હતું. 

આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર આર.જે.વલવી, પ્રાંત અધિકારી હિતેશ જોષી, આત્મા પ્રોજેક્ટનાશ્રી ચૌધરી, સંગઠન પ્રમુખ ડૉ.જયરામ ગામીત, બાંધકામ સમિતિના અધ્યક્ષ નિતિન ગામીત, ખેતીવાડી સિંચાઇ વિભાગના અધ્યક્ષ ભુપેન્દ્ર ગામીત, મહિલા મોરચાના અધ્યક્ષ નિલાબેન પંડ્યા સહિત જિલ્લાના ખેડૂત ભાઇ-બહેનો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है