શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નાની સિગલોટી ગામના દેડીયાપાડા સાથે જોડતા મુખ્ય માર્ગ પર નાકા પાસે દારૂના વાહતુક કરતા ઇસમોને ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ:
નર્મદા: પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જીલ્લાના દેડીયાપાડા તાલુકાના નાનીસિગલોટી ગામના મુખ્ય માર્ગ પર નાકા પાસે દારૂની હેરાફેરી કરતા ઇસમોને દેડીયાપાડા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં દેડીયાપાડા પોલીસ દ્વારા પકડી પડાયેલ ઇસમ
(૧) સતીષભાઇ ભયજીભાઇ વસાવા ઉ.વ.આ.૪૦ રહે- તરોપા, તા-નાંદોદ જી-નર્મદા તથા
(૨) મુન્નાભાઈ દિનેશભાઇ વસાવા ઉ.વ.આ.૨૩ રહે-મહુડીપાડા નિશાળ ફળીયા તા.નાંદોદ જી-નર્મદા નાઓએ પોતાની હીરો હોન્ડા કંપનીની સી.બી.ઝેડ(CBZ) મોડેલ વાળી મો.સા.નંબર જી.જે.ર૨- બી-૮૪૫૪ ઉપર એક મીણીયા ઠેલામાં વિદેશી દારૂ કિંમત રૂ.૧૦,૫૪૦ તથા મો.સા .કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૦,૫૪૦/- નો પ્રોહી.મુદામાલ સાથે દેડીયાપાડા પોલીસ દ્વારા પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.