મારું ગામ મારાં ન્યુઝ

નાનીનરોલી ગામની સીમમાંથી દસ કીલો ગૌમાંસ સાથે બે ઝડપાયા: બે વોન્ટેડ જાહેર કરાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેશ, સુરત નલીન 

માંગરોળ: સુરત જીલ્લામાં માંગરોળ તાલુકાનાં  નાનીનરોલી ગામની સીમમાંથી દસ કીલો ગૌમાંસ, સાથે માંગરોળ પોલીસે  બે ઇસમોને ઝડપી પાડ્યા હતાં, અને બે ઇસમો ને વોન્ટેડ જાહેર કર્યા હતાં:

માંગરોળ તાલુકાનાં નાનીનરોલીથી ઉમેલાવ જતાં માર્ગ ઉપર આવેલા નાનીનરોલી ગામનાં હાસીમ લીબાડાનાં શેરડીના ખેતરમાં ગાયની કતલ કરી, મોટરસાયકલ ઉપર લઈ જઈ ગૌમાંસ વેચવામાં આવે છે, ઉપરોક્ત બાતમી માંગરોળનાં પોલીસ મથકનાં પી.એસ.આઈ પરેશ એચ. નાયીને મળતાં માંગરોળ પોલીસ મથકનાં જવાનો પ્રકાશ રમણ,પરેશ કાંતિભાઈ,રાજેશ વસંતરાવ,અમૃત ધનજી વગેરેઓની પોલીસ ટીમ બાતમીવાળા સ્થળે જવા રવાના થયા હતા. સદર બાતમી નાં મુજબ  નાનીનરોલી – ઉમેલાવ માર્ગ ઉપર આવેલા હાસીમ લીબાડાના શેરડીવાળા ખેતરમાં બેટરી મારી તપાસ કરતાં ત્યાંથી બે ઈસમો મોટર સાયકલ નંબર જીજે ૦૫ કેએમ ૫૮૩૫ લઈને ભાગવા લાગતાં પોલીસે એમને ઝડપી લીધા હતા, જેમા સલીમ શબ્બીર ગંગાતે મોહમદ એયુબ લીબાડા ઉર્ફે બાબરનાઓને ગાયની કતલ માટે બોલાવ્યા હતા, પોલીસે સલીમ શબ્બીર ગંગાત અને સીરાજ શબ્બીર શાહની અટક કરી, દસ કીલો ગૌમાંસ અને ઉપરોક્ત નંબરવાળી મોટરસાયકલ તથા છરા કબ્જે કર્યા છે,જ્યારે મોહમદ એયુબ લીબાડા ઉર્ફે બાબર અને તોસીફ હનીફ લીબાડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, સ્થળ પરથી ગાયનું માથું અને ચામડું પણ મળી આવતાં પોલીસે એને જમીનમાં દાટી દીધું છે, જ્યારે ગૌમાંસની તપાસણી માટે FSLની ટીમને બોલાવવામાં આવી છે, કુલ ૨૬,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ આ બાબત અંગે ની વધુ તપાસ અમિતભાઇ નવીનભાઈ ચલાવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है